Big news for Gujaratis amid petrol-diesel prices, the government can reduce so many rupees
ભાવ વધારો /
પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે ગુજરાતીઓ માટે મોટા સમાચાર, સરકાર ઘટાડી શકે છે આટલા રૂપિયા
Team VTV01:32 PM, 15 Jun 21
| Updated: 01:54 PM, 15 Jun 21
પેટ્રોલ ડીઝલને લઈને રાહતના સમાચાર આવ્યા છે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે.
વીજળીના પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જમાં પણ ઘટાડો કરી શકે
ફ્યુઅલ ચાર્જ પ્રતિ યુનિટ 5.50 થી ઘટાડી 4 રૂપિયા કરી શકે
અગાઉ 2017માં રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા
પેટ્રોલ ડીઝલને લઈને રાહતના સમાચાર આવ્યા છે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે.
ઈધણની કિંમતોને લઈ સરકારની વિચારણાં
ગુજરાત સરકાર પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ ઘટાડવા વિચાર કરી રહી છે. વીજળીના પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જમાં પણ ઘટાડાનો રાજ્ય સરકાર વિચાર કરી રહી છે. ફ્યુઅલ ચાર્જ પ્રતિ યુનિટ 5.50 થી ઘટાડી 4 રૂપિયા કરવામાં આવી શકે છે. અગાઉ 2017માં રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા હતા.
સંક્રમણ ઓછું થતા વાહનવ્યવહાર વધ્યો
હાલ પેટ્રોલ-ડીઝલ ઉપર 20 રૂપિયા વેટ અને 4 રૂપિયા સેસ છે તેમા ઘટાડો કરવામાં આવી શકે છે. મહત્વનું છે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા મોટા શહેરોમાં તેની અસર જોવા મળી રહી છે ઈધણની કિંમતો વધતા અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે રાજ્યના મોટા શહેરો જેવા કે અમદાવાદ,સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જૂનગાઢ તેમજ જામનગરમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમા સતત ભાવ વધારો જોવા મળ્યો હતો
પ્રજા પર અસર કરેશે પેટ્રોલ-ડીઝલના ભાવ
રાજ્યમાં કોરોના સંક્રમણ ઓછું થતા સરકારે નિયમો છુટછાટ આપતા વાહન વ્યવહાર પણ હળવો થયો છે,પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો થતા સામાન્ય પ્રજાને મોંઘવારોનો માર સમાન લાગી રહ્યો હતો. પરતું હવે રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ ઘટાડવા વિચાર કરી રહી છે. વીજળીના પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જમાં પણ ઘટાડા થવાથી પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડા ઘણઆ અંશે થોડી રાહત મળશે.
ગઈ કાલે આટલો હતો પેટ્રોલ-ડીઝલનો ભાવ
જો કે ગઈ કાલે પેટ્રોલ ભાવ 93.11 રૂપિયા લિટર પહોંચી ગયો હતો જ્યારે ડીઝલનો ભાવ 93.77 પ્રતિ લિટરે પહોંચી ગયો હતો પરતું હવે તેમાં વેટ અને સેસ ઘટના ભાવ ઘટાડો આવી શકે છે. આમ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટવાથી સામાન્ય પ્રજાને થોડા ઘણા અંશે રાહત મળી શકે છે.