big news for gujarat 4 city night curfew may be can not longer now
Night Curfew /
ગુજરાતીઓ માટે મોટા સમાચાર: 1 ફેબ્રુઆરીથી 4 મહાનગરોમાંથી હટાવાઈ શકે છે રાત્રી કફર્યૂ
Team VTV11:25 AM, 25 Jan 21
| Updated: 03:35 PM, 25 Jan 21
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શહેરોમાંથી નાઈટ ક્રફ્યૂ હટાવાઈ શકે છે.
ગુજરાતના લોકો માટે મહત્વના સમાચાર
1 ફેબ્રુઆરીથી 4 મહાનગરોમાંથી હટાવાઈ શકે છે રાત્રી કફર્યૂ
માસ્કના દંડની રકમ ઘટાડવા પણ વિચારણાં
ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં લાગેલા નાઈટ કર્ફ્યૂમાંથી રાહત મળી શકે છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, 1 ફેબ્રુઆરીથી 4 મહાનગરોમાથી નાઈટ કર્ફ્યૂ હટાવાઈ શકે છે.
માસ્કના દંડમાં પણ ઘટાડો
માસ્કના દંડની રકમમાં પણ ઘટાડાની ભલામણ કરાયાની ચર્ચા જોવા મળી હતી. સનદી અધિકારીઓ દ્વારા સરકારને ભલામણ કરાઈ હોવાની ચર્ચા એ ગાંધીનગર ગજવ્યું છે. હાલ તંત્ર દ્વારા માસ્કની રકમ રૂ. 1000 છે. દંડની મોટી રકમથી વિપરીત અસર થવાની સરકારને રીપોર્ટ મળ્યો છે. માસ્કના દંડની રકમમાં ઘટાડો કરાય તેવી પણ શક્યતા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અસર દેખાઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અસર દેખાઈ શકે છે. કર્ફ્યુ હટશે તો રાત્રી દરમિયાન છુટછાટ અપાઈ શકે છે.એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરકારે જ મેળાવળાઓ અને સભા ભરવા માટે છુટછાટ જોઈએ છે. અને એટલે જ આ રીતે નાઈટ કર્ફ્યૂમાં રાહત અપાશે અને માસ્કના દંડમાં પણ રાહત આપશે.
ક્યારે યોજાવાની છે ચૂંટણી ઓ?
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
21 ફેબ્રુઆરીએ 6 મહાનગર પાલિકાઓ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર માટે મતદાન થશે. જ્યારે જૂનાગઢની બે બેઠક પર પણ ચૂંટણી થશે.