Big news for government employees, important statement made by the government in Parliament on basic salary increase
મોનસૂન સેશન /
સરકારી કર્મચારીઓ માટે મોટી ખબર, બેસિક સેલેરી વધારા પર સંસદમાં સરકારે આપ્યું મહત્વનું નિવેદન
Team VTV04:12 PM, 01 Aug 21
| Updated: 04:17 PM, 01 Aug 21
કેન્દ્ર સરકારે સંસદમાં સ્પસ્ટ જણાવ્યું કે કર્મચારીઓની બેસિક સેલેરીમાં વધારો કરવાની સરકારની કોઈ યોજના નથી.
બેસિક સેલેરી વધારાની ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારનુ મોટું નિવેદન
શું કર્મચારીઓની બેસિક સેલેરી વધશે, નાણા મંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન
બેસિક સેલેરીમાં વધારાની સરકારની કોઈ યોજના નથી
કેન્દ્ર સરકાર દ્વારા 28 ટકા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત બાદ ચર્ચા ચાલી હતી કે હવે સરકારે કર્મચારીઓનો બેસિક પગાર વધારવા પણ જઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી આ અંગેની ચર્ચા ચાલી રહી છે ત્યારે હવે સરકારે આ મુદ્દે સ્પસ્ટ ખુલાસો કરીને કર્મચારીઓની શંકા દૂર કરી છે.
મોનસૂન સત્રમાં એક સાંસદે નાણા મંત્રાલયને સવાલ પૂછ્યો કે શું કેન્દ્ર સરકાર સાતમા પગાર પંચના ફિટેમેન્ટ ફેક્ટર પ્રમાણે, મોંઘાવારી ભથ્થું અને મોંઘવારી રાહત બાદ સરકારી કર્મચારીઓના બેસિક પગારમાં વધારો કરી રહી છે તેનો જવાબ આપતા નાણા રાજ્યમંત્રી પંકજ ચોધરીએ જણાવ્યું કે હાલમાં આવી કોઈ યોજના પર વિચારણા થઈ રહી નથી. તેમણે કહ્યું કે સરકારના સ્તરે હજુ સુધી આવો કોઈ પ્રસ્તાવ વિચારણામાં આવ્યો નથી.
બેસિક સેલેરી 21 હજાર કરવાની ચર્ચા હતી
અત્યાર સુધી કહેવાઈ રહ્યું હતું કે જો 1 ઓક્ટોબરે લેબર કોડના નિયમો લાગુ પડશે તો કર્મચારીઓની બેસિક સેલેરી 15000 થી વધીને 21000 રુપિયા થઈ શકે છે. નવા ડ્રાફ્ટ રૃલ્સ પ્રમાણે મૂળ વેતન કુલ વેતનના 50 ટકા અથવા વધારે હોવું જોઈએ. તેનાથઈ વધઆરે કર્મચારીઓના વેતન પર સ્ટ્ર્ક્ચરમાં ફેરફાર થશે. બેસિક સેલેરી વધવાથી પીએફ અને ગેજ્યુએટી માટે કપાત થનાર પૈસા વધઈ જશે કારણ કે તેમાં જનાર પૈસા બેસિક સેલેરી પ્રમાણે હશે.
નવા લેબર કોડ અનુસાર ભથ્થાઓને 50 ટકા સુધી સીમિત રખાશે
કેટલાક રાજ્યોએ નિયમોનો ડ્રાફ્ટ બહાર પાડી દીધો છે. આ રાજ્યોમાં યુપી, બિહાર, મધ્યપ્રદેશ, હરિયાણા, ઓડિશા, પંજાબ, ગુજરાત, કર્ણાટક અને ઉત્તરાખંડ સામેલ છે. નવા લેબર કોડ અનુસાર ભથ્થાઓને 50 ટકા સુધી સીમિત રાખવામાં આવશે. અર્થાત, કર્મચારીઓના કુલ વેતનના 50 ટકા મૂળ વેતન હશે. ભવિષ્ય નિધિની ગણતરી મૂળ વેતનની ટકાવારીને આધારે થાય છે તેમાં મૂળ વેતન અને મોંઘવારી ભથ્થું સામેલ છે.
નવા લેબર કોડમાં પીએફ યોગદાન 50 ટકાના હિસાબે નક્કી કરાશે
હાલમાં માલિકો કર્મચારીઓના વેતનને ઘણા ભાગોમાં વિભાજીત કરી નાખે છે જેનાથી ભવિષ્ય નિધિ તથા આયકરમાં પણ યોગદાન ઘણું ઓછું રહે છે. નવા લેબર કોડમાં ભવિષ્ય નિધિ યોગદાન કુલ વેતનના 50 ટકાના હિસાબે નક્કી કરવામાં આવશે.