મોટા સમાચાર / અનાજને લઈને સરકાર લાવી રહી છે નવી યોજના, ગુજરાત સહિત 15 રાજ્યોમાં શરુ થયો પાયલટ પ્રોજેક્ટ

big news for farmer 15 states started pilot scheme of rice and its distribution through public distribution system

દેશમાં પોષણ સુરક્ષાને વ્યાવહારિક રુપ આપવાની પ્રક્રિયા હેઠળ ખાદ્ય તથા સાર્વજનિક વિતરણ વિભાગે‘ચોખાને પોષણયુક્ત બનાવવા અને સાર્વજનિક વિતરણ પ્રણાલીના માર્ફતે વિતરણ માટે એક કેન્દ્ર પ્રાયોજિત પાયલટ પરિયોજના’અમલમાં મૂકી છે. આ પાયલટ યોજના 2019-20થી શરુ થઈ રહેલા 3 વર્ષોમાં માટે મંજૂરી મળી ગઈ છે અને આ માટે 174.6 કરોડ રુપિયાનું કુલ બજેટ ફાળવવામાં આવ્યું છે. આ પાયલટ યોજના લાગુ કરવા માટે 15 રાજ્ય સરકારોએ પોત પોતાના જિલ્લાઓ(પ્રતિ રાજ્ય એક જિલ્લો)ની ઓળખ કરી છે. આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને છત્તીસગઢ આ 5 રાજ્યોએ પહેલાથી પોત પોતાના જિલ્લામાં આ પોષણયુક્ત ચોખાનું વિતરણ શરુ કરી દીધું છે.

બ્રેકિંગ ન્યૂઝ