બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ટેક અને ઓટો / Big news for Airtel users Recharge prices will increase Sunil Bharti Mittal himself said this

ભાવ વધારો / Airtel ના યુઝર્સ માટે મોટા સમાચાર: વધી જશે રિચાર્જના ભાવ, ખુદ મિત્તલે કહ્યું, 'પ્લાન મોંઘા કરીશું તો જ કારોબાર ચાલશે'

Arohi

Last Updated: 12:06 PM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલીકોમ કંપની એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે જણાવ્યું છે કે આ વર્ષે કંપની દરેક મોબાઈલ ફોન કોલ અને ડેટા પ્લાનની કિંમતો વધરશે. જો આમ નહીં કરવામાં આવે તો કંપની માટે વ્યાપાર કરવો મુશ્કેલ થઈ જશે.

  • વધી જશે એરટેલના ભાવ 
  • મિત્તલે આ અંગે આપ્યું નિવેદન 
  • કહ્યું તોજ ચાલશે કારોબાર 

જો તમે પણ Airtelની સર્વિસનો ઉપયોગ કરો છો તો આ વર્ષે તમારે વધારે પૈસા આપવા માટે તૈયાર રહેવું પડશે. કંપનીના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે સ્પષ્ટ કરી દીધુ છે કે કંપની પોતાના દરેક મોબાઈલ ફોન કોલ અને ડેટા પ્લાનના રિચાર્જના ભાવ વધારવા જઈ રહી છે. 

કંપનીએ કહ્યું કે 99 રૂપિયા વાળા પ્લાનને બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યાં જ ગયા મહિને પોતાના 28 દિવસ વાળા મોબાઈલ સર્વિસ પ્લાનના ભાવ 57 ટકા વધારીને 8 સર્કલમાં 155 રૂપિયા કરી દીધો છે. 

બધા રિચાર્જ પ્લાનની કિંમતમાં થશે વધારો 
મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં સુનીલ ભારતી મિત્તલે જણાવ્યું છે કે બધા રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. કંપનીએ પોતાની બેલેન્સ શીટને મજબૂત કરવા માટે ખૂબ વધારે રોકાણ કર્યું છે. 

ટેલીકોમ સેક્ટરમાં રોકાણ પર રિટર્ન ખૂબ જ ધીમે આવે છે. આ માટે કંપનીએ રિચાર્જ પ્લાનની કિંમત વધારવાનો નિર્ણય કર્યો છે. આમ તો 5G સર્વિસ માટે કંપનીએ દેશભરમાં મોટાપાયે રોકાણ કર્યો છે. 

આમ ન ચાલી શકે વ્યાપાર 
સુનીલ ભારતી મિત્તલે કહ્યું કે આપણે લોકોને બદલવાની જરૂર છે. આપણે રિચાર્જ પ્લાનના ભાવ થોડા વધારવાની જરૂર છે. આ વર્ષે ભારતમાં ટેરિફમાં ફેરફાર દેખાઈ રહ્યો છે. જ્યારે તેમને આ કિમત વધારાથી સામાન્ય માણસ પર પડતી અસરને લીને પુછવામાં આવ્યું, તો તેમણે કહ્યું કે....

"લોકોનો પગાર વધી રહ્યો છે રેન્ટ પણ વધી રહ્યો છે સિવાય કે એક વસ્તુ (રિચાર્જ પ્લાનના ભાવ). કોઈ તેમની ફરિયાદ નથી કરી રહ્યા. પરંતુ લોકો લગભગ અમુક જ કિંમત ચુકવ્યા વગર 30 જીબી ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે. હવે અમારે વોડાફોન આઈડિયા જેવા વધારે ઉદાહરણ નથી બનાવવા."      

તેમણે જણાવ્યું કે ભારતને એક વધારે ટેલીકોમ કંપનીની જરૂર છે. જે ડિજિટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરી શકે. તેમના હિસાબથી સરકાર તેને લઈને વિચારી રહી છે. સામાન્ય લોકો અને TRAI પણ સંપૂર્ણ રીતે આ વાત સમજી રહ્યા છે. 

દરેક ગ્રાહક પાસેથી સરેરાશ 300 રૂપિયા કમાવવાનો લક્ષ્ય 
સુનીલ ભારતી મિત્તલે જણાવ્યું કે ઓછા સમયગાળામાં એરટેલ દરેક ગ્રાહક પાસેથી સરેરાશ 200 રૂપિયા કમાણીનો લક્ષ્ય લઈને ચાલી રહ્યું છે. પરંતુ મધ્યમ અને લાંબા ગાળામાંમાં કંપનીના દરેક ગ્રાહક પાસેથી સરેરાશ આવક 300 રૂપિયા સુધી લઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Airtel Recharge sunil bharti mittal એરટેલ સુનિલ ભારતી મિત્તલ Sunil Bharti Mittal airtel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ