પેપર લીકકાંડ મામલે હવે રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે, રાજ્ય સરકારે પરીક્ષાના નિર્ણયને લઈને એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે
હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલો
પોલીસ વધુ એક આરોપીની કરી ધરપકડ
ફાર્મ હાઉસ માલિક જશવંત પટેલની ધરપકડ
હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે, પરીક્ષામાં પેપર લીક થવા મુદ્દે રાજકારણ ગરમાયું છે તો બીજી તરફ એકબાદ એક બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પેપરકાંડમાં અત્યાર સુધીમાં 7 આરોપીઓ ઝડપાયા છે જ્યારે બાકીના આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી અને કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે તેવું જણાવ્યું છે.
પોલીસ વધુ એક આરોપીની કરી ધરપકડ
પેપર લીકકાંડ મામલે હવે રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે, રાજ્ય સરકારે પરીક્ષાના નિર્ણયને લઈને એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં પેપર કાંડ મામલે સંબંધિત તમામ માહિતી આપવામાં આવશે. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી, અસિત વોરા સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.પેપર લીક થયાનો વ્યાપ અને તપાસ સંદર્ભે ચર્ચા થશે. પરીક્ષા રદ્દ કરવા મામલે પણ આ બેઠકમાં નિર્ણય લેવાશે.
ફાર્મ હાઉસ માલિક જશવંત પટેલની ધરપકડ
હેડકલાર્કની પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ એક આરોપી ઝડપાયો, પોલીસે ફાર્મ હાઉસના માલિક જશવંત પટેલની કરી ધરપકડ. અત્યાર સુધી 11માંથી કુલ 7 આરોપી ઝડપાયા, સાબરકાંઠા હેડ ક્લાર્ક પેપરલીક કાંડમાં 11 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાંથી પોલીસે 6 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે ત્યારે હેડકલાર્કની પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ એક આરોપી ઝડપાયો, પોલીસે ફાર્મ હાઉસના માલિક જશવંત પટેલની કરી ધરપકડ છે જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પગલાં લેવાની બાંહેધરી આપ્યા બાદ આપ નેતા યુવરાજસિંહે પત્રકાર પરિષદ કરી હતી જેમાં યુવરાજસિંહે કહ્યું હતું કે સરકારે પેપર ફુટ્યાનું સ્વિકાર્યુ છે. પરંતુ સરકારે જે દોષિતો પર કલમ લગાવી છે તે હળવી કલમ છે. આ પેપર હિંમતનગરથી લીક થયુ હતુ.
પેપરલીક કેસમાં આ 11 લોકોની સંડોવણી હોવાનું સામે આવ્યું