Big news about Patidar Astha Kendra Unjha Umiyadham: Babubhai Patel releases Audio and makes big revelation
નિવેદન /
પાટીદાર આસ્થા કેન્દ્ર ઊંઝા ઉમિયાધામને લઇ મોટા સમાચાર: બાબુભાઇ પટેલે ઑડિયો જાહેર કરી મોટો ખુલાસો કર્યો
Team VTV10:57 AM, 04 Jan 22
| Updated: 10:58 AM, 04 Jan 22
પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર એવા ઉંઝા ઉમિયાધામને લઇ મોટા સમાચાર આવી રહ્યા છે. સંસ્થાના પ્રમુખ પદે બાબુભાઇ પટેલની નિમણૂંક શરૂ થયેલા વિવાદ બાદ બાબુ પટેલે એક ઑડિયો જાહેર કર્યો
ઉંઝા ઉમિયાધામને લઈને મોટા સમાચાર
બાબુભાઇ પટેલ પ્રમુખ બન્યા બાદ પ્રહલાદ પટેલે શરુ કર્યો વિવાદ
બાબુભાઇ પટેલે ઑડિયો ક્લીપ જાહેર કરી આપ્યું નિવેદન
મને પ્રમુખ બનાવવા પ્રહ્લાદ પટેલે જ દરખાસ્ત કરી: બાબુભાઇ
પાટીદાર આસ્થા કેન્દ્ર ઊંઝા ઉમિયાધામને લઇ મોટા સમાચાર
કડવા પાટીદાર સમાજ માટે આસ્થાનું કેન્દ્ર એવા ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ અને મંત્રીની વરણી કરવામાં આવી છે. જેમાં બાબુ જમના પટેલની ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. બાબુ જમનાદાસ પટેલ સંસ્થાના પ્રમુખ બન્યા બાદ વિવાદ શરૂ થયો હતો. સંસ્થાના સભ્ય પ્રહલાદ પટેલે બાબુભાઈ પટેલ પર ખોટી રીતે પ્રમુખ બન્યાનો આક્ષેપ ક્રયો હતો.
બાબુભાઇ પટેલે ઑડિયો ક્લીપ જાહેર કરી આપ્યું નિવેદન
જેના સંદર્ભે બાબુભાઈ જમનાદાસ પટેલે એક ઑડિયો જાહેર કરીને ખુલાસો કર્યો હતો. જેમાં બાબુભાઈએ જણાવ્યું હતું કે, મારા પર કરેલા આક્ષેપો ખોટા છે. મને પ્રમુખ બનાવવા પ્રહ્લાદ પટેલે જ દરખાસ્ત કરી હતી. આ અંગે બાબુભાઈ પટેલે પ્રહ્લાદ પટેલે દરખાસ્ત કરતો વીડિઓ બાબુભાઇ પટેલે જાહેર કર્યો હતો. વધુમાં બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, હું તમામ સમાજને સાથે લઈને ચાલું છું. પ્રહ્લાદ પટેલેને કોઈ ચડાવે છે. અમે બધા એક જ છે. તેમણે જણાવ્યું કે, ઉંઝા ઉમિયા ધામ ખુબ મોટું આસ્થાનું કેન્દ્ર છે. આ સાથે તે રાજકીય રીતે પણ ખુબ મહત્વનું સ્થાન ધરાવે છે.
બાબુભાઈના પ્રમુખ બન્યા બાદ પ્રહલાદ પટેલે આક્ષેપ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બાબુ જમનાદાસ પટેલ સંસ્થાના પ્રમુખ બન્યા બાદથી પ્રહલાદ પટેલે વિવાદ શરુ કર્યો હતો. જેમાં પ્રહ્લાદ પટેલે જણાવ્યું હતું કે, સંસ્થાના બંધારણ વિરુદ્ધ બાબુભાઇ પટેલની વરણી થઈ છે