સૌરભ પટેલે જણાવ્યું કે, બે વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે. આ માટે સરકાર દ્વારા રૂ.3500 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે
બે વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે: સૌરભ પટેલ
રૂ.3500 કરોડના ખર્ચે વીજળી અપાશે
20 હજાર મેગાવોટ પરંપરાગત વીજ ઉત્પાદન થશે
ઉર્જા મંત્રી સૌરભ પટેલનું વીજળીને લઈને મહત્વનું નિવેદન સામે આવ્યું છે. સૌરભ પટેલે જણાવ્યું કે, બે વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે. આ માટે સરકાર દ્વારા રૂ.3500 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે તથા આગામી સમયમાં રાજ્યમાં 20 હજાર મેગાવોટ પરંપરાગત વીજ ઉત્પાદન પણ કરવામાં આવશે.
તો વિધાસભામાં વીજ ખરીદી મુદ્દે પણ સૌરભ પટેલે નિવેદન કર્યું હતું. મંત્રી સૌરભ પટેલે કહ્યું કે, કોંગ્રેસ માત્ર 4 ઉદ્યોગપતિને લઇને જ આક્ષેપ કરે છે. બજારમાં સસ્તી વીજળી મળતા સરકારના યુનિટ બંધ છે. અને બજારમાંથી પણ સરકાર ઉત્પાદકો પાસેથી રૂ.3.8ના દરે વીજળી ખરીદે છે.
ગુજરાત 32,980 યુનિટ વીજળી ખરીદે છે. 2022માં કિસાન સૂર્યોદય યોજના પૂર્ણ થશે. કિસાન સૂર્યોદય યોજના પૂર્ણ થવાની સાથે કોંગ્રેસ પણ પૂર્ણ થશે. આ સાથે દેશના કુલ CNG સ્ટેશનો વિશે પણ નિવેદન આપ્યું હતું. સૌરભ પટેલે કહ્યું કે, દેશના કુલ CNG સ્ટેશન પૈકી 28% મથક ગુજરાતમાં છે.