BIG NEWS 2nd phase election campaign echo quiet candidates will only be able to do this work
ગુજ'રાજ' 2022 /
ગુજરાતમાં પ્રચારના પડઘમ શાંત: હવે 5મીએ મતદાન, જાણો તમામ મહત્વની માહિતી
Team VTV05:09 PM, 03 Dec 22
| Updated: 05:13 PM, 03 Dec 22
ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠક પર પ્રચાર શાંત થયો છે. આજે સાંજથી ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે
ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત
રાજકીય પક્ષો કરશે ખાટલા બેઠક
5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન
8 ડિસેમ્બરે હાથ ધરાશે મતગણતરી
ગુજરાત વિધાનસભા ચૂંટણીની પ્રચારના પડઘમ શાંત થયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતનો પ્રચાર પડઘમ શાંત થયો છે. બીજા તબક્કાની ૯3 બેઠકોના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો. આ તમામ બેઠકો પર આજે પાંચ વાગ્યા બાદ પ્રચાર પડઘમ શાંત થયા છે. ભાજપ-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને ઉમેદવારો જાહેર સભાઓ, રેલીઓ, ગજવીને છેલ્લી ઘડી સુધીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા માટે પ્રયાસો કર્યા બાદ હવે ચૂંટણી પ્રચારની મુદત પૂરી થઇ છે. જેને લઇને હવે ઉમેદવારોને વિજયી બનાવવા માટેની સભા યોજી શકાશે નહીં, કે પછી કોઈ પણ પાર્ટી જાહેરમાં પ્રચાર નહીં કરી શકે ત્યારે ડોર-ટુ-ડોર, ખાટલા મિટિંગ, ટેલિફોનિક કોન્ટેક્ટ જેવો પ્રચાર હાઇ લેવલે ચાલુ રહેશે.
14 જિલ્લાની 93 બેઠક પર પ્રચાર શાંત થયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. બીજા તબક્કાના ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો, ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠક પર પ્રચાર શાંત થયો છે. આજે સાંજથી ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે અત્રે ઉલ્લેખનીય છે કે, 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે અને 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. તમને જણાવી દઈએ કે, ભાજપ-કોંગ્રેસ અને AAP સહિત 833 ઉમેદવાર ચૂંટણી મેદાનેો ઉતર્યા છે તેમજ બીજા તબક્કામાં 2.60 કરોડ મતદારો મતદાન કરશે
ક્યાં ક્યાં જિલ્લામાં બીજા તબક્કાનું મતદાન
અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટા ઉદેપુરમાં પણ બીજા તબક્કાનું મતદાન થવાનું છે જેને લઈ આજે પ્રચારના પડઘણ શાંત થયા છે.
હવે ચૂંટણીપંચ અને પોલીસ ‘વોચ’ રાખશે
મતદાનના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્ર તથા પોલીસ વહીવટીતંત્રએ ખાતરી કરવાની રહે છે. આથી હવે પ્રચાર પડઘમ પર પરદો પાડ્યા બાદ ચૂંટણીપંચ અને પોલીસને તમામ સમીકરણો પર ‘વોચ’ રાખશે.