છત્તીસગઢના સુકમામાં મોટો નક્સલી હુમલો, લેન્ડમાઇન બ્લાસ્ટમાં 9 જવાન શહીદ

By : HirenJoshi 02:40 PM, 13 March 2018 | Updated : 02:59 PM, 13 March 2018
સુકમાઃ છત્તીસગઢના સુકમા જિલ્લામાં મંગળવારે મોટો નક્સલી હુમલો થયો છે. આ હુમલામાં 9 જવાન શહીદ થયા છે. આ દરેક જવાન સીઆરપીએફના છે. આ હુમલો સુકમાં જિલ્લાના કિસ્ટારામ વિસ્તારમાં થયો છે.

આ બ્લાસ્ટ લેન્ડમાઇન દ્વારા કરવામાં આવ્યો છે. આ દરમિયાન નક્સલીયો અને જવાનો વચ્ચે અથડામણ સર્જાઇ હતી, જેમાં 6 જવાન ઘાયલ થયા છે. જેમાથીં 4 જવાનની હાલત ગંભીર જણાવાય રહી છે. 8 માર્ચે 29 નક્સલીયો દ્વારા સરેન્ડર કરાયું હતું
સુકમાના ભેજ્જી સ્ટેશનના એલારમડુગુ અને વીરભટ્ટી જેવા ગામોથી આવેલ 29 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. જેમાં 11 મહિલાઓ પણ સામેલ હતી. તે એજ ગામ છે જ્યાં 18 ફેબ્રુઆરીએ 20 નક્સલીઓને ઠાર માર્યા હતા. આ અથડામણમાં બે જવાન શહીદ પણ થયા હતા.

આ નક્સલીઓમાં કેટલાક ખૂંખાર નક્સલીઓ પણ સામેલ છે. આ લોકો કેટલાક પ્રકારની ટીમ્સ બનાવીને કામ કરી રહ્યા હતા. આ પોલીસ અધિકારીએ નક્સલ મોર્ચા પર ફોર્સની મોટી કામયાબીનો ગણાવાય છે.Recent Story

Popular Story