Big mistake in Lataji's final farewell, name written next to Mrs., corrected Bharat Ratna
અક્ષમ્ય /
લતાજીની અંતિમ વિદાયમાં મોટી ભૂલ, નામ આગળ લખાયું શ્રીમતી,સુધારીને લખ્યું ભારત રત્ન
Team VTV09:50 PM, 06 Feb 22
| Updated: 09:51 PM, 06 Feb 22
લતા મંગેશકરના નામ આગળ શ્રીમતી લખાઈ ગયું હતું. કેટલાય કલાકો સુધી સ્વર કિન્નરીનાં નામ આગળ શ્રીમતી લખાયેલું રહ્યું હતું. આ દરમિયાન લાખો લોકોએ આ અંતિમ યાત્રા જીવંત પ્રસારણમાં જોઈ
લતાજીની અંતિમ વિદાયમાં આટલી મોટી ભૂલ
નામ આગળ શ્રીમતી લખી દેવાયું, અક્ષમ્ય ચૂક
પછી શ્રીમતી હટાવી ભારત રત્ન કરી દેવાયું
સ્વર કિન્નરી લતા મંગેશકરને 8 જાન્યુઆરીએ કોરોના સંક્રમિત થતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. લગભગ એક મહિના જેટલો સમય હોસ્પિટલનાં ICUમાં રહ્યા બાદ રવિવારે સવારે તેમનું નિધન થયું. તેઓના અંતિમ સંસ્કાર સાંજે 6.30 વાગ્યે મુંબઈના શિવાજી પાર્કમાં થયા. આ દરમિયાન એક મોટી ભૂલ જોવા મળી હતી લતા મંગેશકરના નામ આગળ શ્રીમતી લખાઈ ગયું હતું. કેટલાય કલાકો સુધી સ્વર કિન્નરીનાં નામ આગળ શ્રીમતી લખાયેલું રહ્યું હતું. આ દરમિયાન લાખો લોકોએ આ અંતિમ યાત્રા જીવંત પ્રસારણમાં જોઈ. અહે હજારો લોકો શિવાજી પાર્કમાં ઉપસ્થિત હતા પરંતુ કોઈનું ધ્યાન આ તરફ ગયું નહિ, કેટલાય કલાકો બાદ તેને હટાવી ને ઠીક કર્યું
કલાકો પછી શ્રીમતીની જગ્યાએ 'ભારત રત્ન' લખાયું
શિવાજી પાર્કમાં લતા જીના પાર્થીવ શરીર રાખવા માટે એક વિશાલ જગ્યા પર એક બોર્ડ રાખવામાં આવ્યું હતું . તે ફોટોમાં નામ ની આગળ શ્રીમતી લખી દેવાયું હતું. જેને પાછળથી હટાવી દેવાયું . હિંદુ સંસ્કૃતિમાં શ્રીમતી એવી મહિલાઓના નામ આગળ લખાય છે જે લગ્ન કરે છે. આ સૌ કોઈ જાણે છે કે લતા દીદી એ લગ્ન કર્યા નહોતા.તેઓએ પોતાનું પૂર્ણ જીવન સંગીત્તના નાને સમ્ર્પોત કરી દીધું હ્તુ. એવામાં તેઓની અંતિમ વિદાય વેળા આટલી મોટી ભૂલ યોગ્ય નહોતી.કેટલાય કલાકો સુધી ટીવી પર લાઈવ ચાલતું રહ્યું. ત્યાર પછી તેને ઠીક કરાયું.શરમાતી હટાવીને ભારત રત્ન લખી દેવાયું હતું