RPF એ ગેરકાયદે સોફટવેરથી ટીકીટ ની કાળા બજાર કરનારાઓ પર કડક વલણ અપનાવ્યું, જ્યારે બીજી તરફ રેલવે વિભાગે પોતાની સિસ્ટમમાંથી આ સોફ્ટવેરોનો નાશ કરી દીધો. રેલવે વિભાગે દાવો કર્યો છે તેનું પરિણામ એ આવ્યું કે હવે વિંડો ખુલતા થોડી જ મિનીટોમાં ગાયબ થઇ જનારી તત્કાલ ટીકીટ હવે IRCTC ની વેબસાઇટમાં કલાકો સુધી બુક થઇ રહી છે.
રેલવે સુરક્ષા દળ (RPF) ના મહાનિદેશ અરુણ કુમારે મંગળવારે કહ્યું કે ગેરકાયદે સોફટવેરનો ઉપયોગ કરનારા 60 એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીની અસર દેખાવા લાગી છે. અરુણ કુમારે જણાવ્યું કે રેલ્વેએ પોતાની સિસ્ટમમાં સેંઘ લગાવનાર ગેરકાયદે એએનએમએસ, મેક અને જગુઆર સોફ્ટવેરોના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
અરુણ કુમારે કહ્યું કે તેનાથી ટિકિટ બુક કરવા સમયે IRCTC વેબસાઇટ પર લોગ-ઇન કેપ્ચા, વેરિફિકેશન કેપ્ચા અને બેંક ઓટીપીની જરૂરિયાતને બાયપાસ (નકારી) દેવામાં આવતી હતી. ટિકિટ સાચે તત્કાલ બુક થઇ રહ્યાં હતી. જ્યારે તેનું પરિણામ આમ યૂઝર્સ ભોગવી રહ્યાં હતા, જે સારી પ્રક્રિયા પુરી કર્યા બાદ પણ ટિકીટ મેળવી શકતા નહોતા.
2.55 મિનીટ લાગે છે એક ટિકિટ બુકિંગ માટે
એક યૂઝરે IRCTC વેબસાઇટ પર ટિકિટ બુક કરવા માટે 2.55 મિનિટ લાગે છે. ગેરકાયદેસર સોફટવેરથી એજન્ટ 1.48 ટકા સેકેન્ડમાં ટિકિટ બનાવી રહ્યાં હતા. રેલવે વિભાગે જણાવ્યું કે ગત બે મહીનાથી તેમણે એજન્ટો દ્વારા તત્કાલ ટિકિટ બુકિંગ પર રોક લગાવી છે.
તત્કાલ ટિકિટ બુકિંગમાં આવ્યો સુધાર
યાત્રાના 24 કલાક પહેલા સવારે 10 વાગે AC અને 11 વાગે સ્લીપરની તત્કાલ ટિકિટ IRCTC પર બુક થાય છે, પરંતુ ફરિયાદ હતી કે આ બુકિંગ ઘણી મુશ્કેલીથી થાય છે. થોડી જ મિનિટમાં સીટ પુરી થઇ જાય છે. રેલવે વિભાગ દ્વારાકરવામાં આવેલી કાર્યવાહીના કારણે હવે થોડો સુધાર થયો છે. 26 ઓક્ટોબર 2019ના મગધ એક્સપ્રેસમાં તત્કાલ ટિકિટ બે મિનિટમાં ખત્મ થઇ ગઇ હતી, 9 ફેબ્રુઆરીએ આ 10 કલાક બાદ પણ ઉપલબ્ધ જોવા મળી હતી.