બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / VIDEO: સલમાન ખાનનો સાચો ચાહક! 1 હજાર કિલોમીટર દોડાવી સાઈકલ, PMO પહોંચી કરી આ અપીલ
Last Updated: 10:38 AM, 11 January 2025
બોલિવૂડના બાબા સંજય દત્તના આકરા સમય પર તમને ખ્યાલ હશે કે તેમના અનેક એવા ફેન છે જેમણે તેમના માટે ખૂબ પ્રાથના કરી હતી. સાથે, બોલિવૂડના દગ્ગજ અભિનેતા અમિતાબ બચ્ચને જ્યારે એક ફિલ્મની સૂટિંગ વખતે ઇજા થઇ હતી અને તે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં હતા, ત્યારે પણ તેમના હજારો ફેન તેમના માટે પ્રાથના કરી હતી. એવી જ રીતે, તાજેતરમાં સુપરસ્ટાર સલમાન ખાનના એક ફેન તેમના સુરક્ષા માટે કડકડતી ઠંડીમાં મધ્યપ્રદેશથી સાઇકલ લઈ તેની સુરક્ષા માટેની અપીલ કરવા વડાપ્રધાન કાર્યાલય પહોંચ્યો હતો.
ADVERTISEMENT
સલમાન ખાનની ફેન ફોલોઈંગ કોઈનાથી છુપાયેલી નથી. સલમાન ખાન સતત 30 વર્ષથી ફિલ્મોમાં સક્રિય છે અને તેમના હજારો ફેન છે. સલમાન ખાનને અનેક વાર મારી નાખવાની ધમકી પણ મળી છે, જેના કારણે તેમનો ફેન સમીર, જે મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં રહે છે, તે ઘરેથી સાયકલ પર દિલ્હી પહોંચ્યો હતો. સૌ પ્રથમ તે વડાપ્રધાનના કાર્યાલય તરફ ગયો, જ્યાં તેણે સલમાન ખાનની સુરક્ષા માટે અપીલ કરી હતી. સમીરે કહ્યું કે, 'આપણે સારા કામ કરનાર વ્યક્તિને આપણો આદર્શ માનવો જોઈએ, ન કે ગુંડા'.
ADVERTISEMENT
આ કડકડતી ઠંડીમાં સાઇકલ પર સમીરે 1,000 કિલોમીટરમાંથી વધુનો પ્રવાસ કર્યો છે. તે વડાપ્રધાનના કાર્યાલય બાદ મુંબઈ જઈને સલમાન ખાનને પણ મળ્યો હતો. તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. સમીરે થોડા દિવસો પહેલા જ મધ્યપ્રદેશના જબલપુર શહેરથી તેની યાત્રા શરૂ કરી હતી. પહેલા જબલપુરથી નવી દિલ્હી સુધી સાઇકલ ચલાવી હતી.
Exclusive !!!!
— Filmy_Duniya (@FMovie82325) January 10, 2025
Megastar #SalmanKhan Jabra Fan Wear Bhaijaan Bracelet & Tattoos Bhai Name On His Eyes Lids 😭
All Fan's Feel This Video 😭😭😭 @BeingSalmanKhan #SalmanKhan pic.twitter.com/FTzV4bMCDC
તેમની વિનંતી પ્રાપ્ત કરીને, સમીરે મુંબઈ તરફ મુસાફરી કરવાનું શરૂ કર્યું અને 6 દિવસ સુધી સાયકલ ચલાવવાનું ચાલુ રાખ્યું. આ પછી સમીર મુંબઈ પહોંચ્યો અને સલમાન ખાનના ઘરની બહાર ઊભો રહ્યો . જ્યારે સલમાન ખાનને આ વાતની જાણ થઈ તો તેણે પણ સમીરને મળવામાં મોડું કર્યું નહીં. સલમાન ખાન તરત જ તેના ઘરેથી નીચે આવ્યો અને સમીરને મળ્યો અને તેના વખાણ કર્યા. સલમાન ખાને પોતાના જબરા ફેન સાથે એક તસવીર માટે પોઝ પણ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મ 'સિકંદર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરે જ ચાહકોને ઉત્સાહિત કર્યા હતા.
ટીઝરે 24 કલાકમાં વ્યુઅરશિપના મામલે પુષ્પા-2નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. સલમાન ખાનની આ ફિલ્મ સાઉથના ડિરેક્ટર મુરુગુદાસે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.