Big decisions taken by Gujarat government to control expenses
કરકસર /
ગુજરાત સરકારે ખર્ચાઓ પર અંકુશ રાખવા લીધો આ મોટા નિર્ણયો, વાહનો પણ ભાડેથી રાખવા સૂચના આપી
Team VTV10:04 AM, 31 Oct 21
| Updated: 10:06 AM, 31 Oct 21
ગુજરાત સરકાર દ્વારા ખર્ચાઓ પર અંકુશ રાખવા માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમા સરકારે કરકસરયુક્ત બજેટ તૈયાર કરીને ખર્ચાઓ પર કાપ મૂકવા નિર્ણય લીધો છે.
ગુજરાત સરકારે ખર્ચાઓ પર અંકુશ રાખવા લીધા મોટા નિર્ણયો
કરકસર યુક્ત બજેટ દ્વારા બચત કરવામાં આવશે
વાહનો પણ ભાડેથી રાખવા દરેક વિભાગને સૂચના આપી
આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેથી સરકાર હવે તેને લઈને પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે. ત્યારે ગુજરાત સરકાર હવે આગામી બજેટના ખર્ચા ઉપર પણ કાપ મુકવાની છે. સરકાર તેમના ખર્ચાઓ પર નિયંત્રણો લાવીને કરકસરયુક્ત બજેટની તૈયારી કરી રહી છે.
નવા સ્ટાફની ભરતી પર નિયંત્રણ
સરકારી કચેરીમાં સ્ટાફની નવી જે જગ્યાઓ ઉભી કરવાની છે તેના ઉપર પણ નિયંત્રણો લેવામાં આવશે. જેમા 10 વર્ષીય ભરતી કેલેન્ડર પ્રમાણેજ ભરતી કરવામાં આવશે. અપવાદરૂપ કેસમાંજ નવી ભરતી કરવામાં આવશે.
આઉટસોર્સિગથી સેવાઓ લેવા પર ભાર મુકાયો
નવી યોજનાઓ તેમજ વની માંગણીઓને સંદર્ભે તમામ વિભાગોને માર્ગદર્શન આપતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમા જ્યા પણ જરૂર હોય ત્યા આઉટસોર્સિંગથી સેવાઓ લેવા પર ભાર મુકવામાં આવ્યો છે. સરકાર દ્વારા હવે અમુક ખર્ચાઓ પર કાપ મુકવામાં આવ્યો છે. જેમા કરકસરયુક્ત બજેટની તૈયારી હવે સરકાર કરી રહી છે.
વાહનો પણ ભાડેથી રાખવા સૂચના આપી
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા જે કરકસરયુક્ત બજેટની તૈયારી કરવામાં આવી રહી છે. તેમા સૌથી મોટો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે સરકાર નવા વાહનોનીન ખરીદી પર અંકુશ રાખશે. જેમા નાણા વિભાગે પણ વાહનોની ખરીદી પર નિયંત્રણ રાખવા માટે સૂચના આપી છે. જેમા ભાડાના વાહનો રાખવા માટે દરેક વિભાગોને સૂચના આપી દીધી છે.