Big decision regarding Vardayanimata's palli in Gandhinagar Rupal
BIG NEWS /
રૂપાલમાં આવતીકાલે માતાજીની પલ્લી નીકળશે પણ ભક્તો નહીં કરી શકે આ કામ, જાણો શું નિર્ણય લેવાયો
Team VTV06:09 PM, 14 Oct 21
| Updated: 06:15 PM, 14 Oct 21
આવતીકાલે રાત્રે 12 વાગ્યે રૂપાલની પલ્લી નીકળશે પણ સાંજ બાદ રૂપાલ બહારના ભક્તોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે.ઘીના ચડાવા પર પણ પ્રતિબંધ
ગાંધીનગર નજીક રૂપાલમાં પલ્લી મુદ્દે મોટો નિર્ણય
આ વર્ષે ઘી પલ્લીમાં માતાજીને નહી ચડાવી શકાય ઘી
આવતીકાલે સાંજ બાદ રૂપાલ બહારના ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ
ગાંધીનગર નજીક રૂપાલમાં પલ્લી મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે કે ગયા વર્ષની જેમ આ વર્ષે પલ્લી નીકળશે પણ મેળાનું આયોજન પર રોક લગાવામાં આવી છે. કોરોનાને ધ્યાને લઈ પલ્લીમાં આ વર્ષે ઘીનો ચડાવો નહીં થાય તેવો નિણર્ય લેવામાં આવ્યો છે. આવતીકાલે પલ્લીના આયોજન અગાઉ તંત્ર પણ સક્રિય થયું છે.ગામ બહારના ભક્તોને આવતીકાલે સાંજ બાદ પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આવતીકાલે રાતે 12 વાગ્યા બાદ માતાજીની પલ્લી ગત વર્ષની જેમ સાદગીથી નીકળશે જેમાં કોરોનાની ગાઈડલાઇન સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. ઘી ના બદલે મંદિરમાં દાન આપીને ભક્તો પાવતી મેળવી શકશે.
વરદાયિની મા ના જવારાની ખાસ પરંપરા
વરદાયિની મા ના જવારાની અનોખી પરંપરા
એકમના દિવસે મા ના જવારાનું થાય છે રોપણ
નોમના દિવસ સુધી મા ના મંદિરમાં જવારા થાય છે મોટા
નોમના દિવસે પલ્લી મંદિરમાં આવતા જ જવારા મૃત અવસ્થામાં જાય છે
આ પરંપરાને ગ્રામજનો મા નો જીવતો જાગતો પરચો કહે છે
કોરોના કાળ પહેલા શું હતી વ્યવસ્થા
રૂપાલ સ્થિત વરદાયની માતાની પલ્લી પર આશરે રૂ.20 કરોડનું 4 લાખ કિલો ઘી ચડાવવામાં આવતું હતું . આ પલ્લીમાં 5 જ્યોતની પલ્લી રૂપાલના 27 ચકલામાંથી પસાર થઈ હતી. તે તમામ ચકલામાં ઘી ભરવાના પીપડાં અને ટ્રેક્ટરની ટ્રોલીઓ રાખવામાં આવી હતી. વહેલી સવારે શ્રદ્ધાળુઓએ પલ્લી પર ઘીનો અભિષેક કરતાં જેને કારણે સમગ્ર ગામમાં ઘીની નદીઓ વહેતી થઇ હતી.મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવતી હતી. માતાજીની પલ્લીના આશરે દસ લાખથી વધુ લોકો દર્શન કરતાં હતા. પણ કોરોનાકાળને કારણે ગયા વર્ષની જેમ આ વર્ષે પલ્લી નીકળશે, મેળાનું આયોજન નહીં થાય તેમજ ઘી ના બદલે મંદિરમાં દાન આપીને ભક્તો પાવતી મેળવી શકશે.
આરહ્યો પલ્લીનો ઈતિહાસ અને વાયકા
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે મા વરદાયિનીની પલ્લીના ઇતિહાસ પર નજર કરીએ તો, દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાના શસ્ત્રો ખીજડાના એક વૃક્ષની નીચે છૂપાવ્યા હતા. આ શસ્ત્રોની રક્ષા માટે તેઓએ વરદાયિની માતાને પ્રાર્થના કરી હતી.જંગલની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના આ વૃક્ષની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકામાંથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરીને તેમણે પાંચ દિવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી.આ પછી હસ્તિનાપુરના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ કૃષ્ણ સાથે પાંડવો ફરી અહીં આવ્યા હતા. જે બાદ સોનાની પલ્લી બનાવીને યાત્રા યોજી હતી. આ સમયથી એટલે કે પાંચ હજાર વર્ષથી રૂપાલમાં વરદાયિની માતાની પલ્લીનો મેળો પ્રતિ વર્ષ નવરાત્રી પર્વના નવમાં નોરતે યોજાય છે