બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / IRDAIનો મોટો નિર્ણય, હવે લાઇફ ઈન્શ્યોરન્સ પોલિસી વચ્ચે સરેન્ડર કરશો તો પણ મળશે વધુ રૂપિયા

કામની વાત / IRDAIનો મોટો નિર્ણય, હવે લાઇફ ઈન્શ્યોરન્સ પોલિસી વચ્ચે સરેન્ડર કરશો તો પણ મળશે વધુ રૂપિયા

Last Updated: 08:40 PM, 18 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકોને વચ્ચે જ લાઇફ ઈન્શ્યોરન્સ પોલિસી સરેન્ડર કરવાનો વારો આવે છે તેમના માટે એક ખુશ ખબર છે. ઈન્શ્યોરન્સની રેગ્યુલેટરી બોડી IRDAIએ આ મામલે ચિંતા દૂર કરી દીધી છે. જેથી હવે વચ્ચે પોલિસી સરેન્ડર કરવા પર પહેલા વર્ષથી જ સરેન્ડર વેલ્યુ આપવી પડશે.

લાઇફ ઈન્શ્યોરન્સના પોલિસી ધારકો માટે એક ખુશ ખબર છે. જો કોઈ પોલિસી ધારક પોલિસીને કેટલાક મહિના બાદ તેને વચ્ચે બંદ કરી નાખે તો તેને વધુ પૈસા મળશે. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(IRDAI)એ આ નિયમમાં મહિના પહેલા બદલાવ કર્યો હતો. પરંતુ ઈન્શ્યોરન્સ કંપનીઓનું કહેવું હતુ કે આ નિયમમાં ફેરફાર કરવામાં આવે. પણ IRDAIએ નિયમમાં ફેરફાર કરવાની મનાઈ કરી દિધી છે. જેથી વચ્ચે પણ પોલિસી સરેન્ડર કરી શકાશે.

in

આ નિયમમાં ફેરફારથી પોલિસી ધારકને વધુ પૈસા મળવા પર કંપનીના નફામાં 100 બેસિસ પોઇન્ટની અસર પડી શકે છે. મોટી સંખ્યામાં લોકો શરૂઆતના સમયમાં પોતાની પોલિસી સરેન્ડર કરી નાખે છે. આથી આ નિયમ તેવા લોકો માટે ખૂબ ફાયદાકારક સાબીત થશે. વધુ વર્ષો બાદ સરેન્ડર કરવા પર વધુ રકમ મળશે પણ તે શરૂઆતમાં મળનારી રકમ કરતા ઓછી હશે.

IRDAI જ્યારે આ નિયમ લઈને આવ્યું ત્યારે તેમનું કહેવું હતું કે, જો તમે વચ્ચે જ પોલિસી બંદ કરાવી દો છો તો તમને મળવાપાત્ર રકમ ઓછામાં ઓછી એટલી તો હોવી જોઈએ જેટલી ભવિષ્યમાં મળનાર સમ ઈન્શ્યોર્ડ અને બાકી ફાયદાને મેળવી આજના હિસાબે થતી હોય. તો સામે વીમા કંપનીઓનું કહેવું હતુ કે, ઈન્શ્યોરન્સ જલ્દી પૈસા નીકળવા માટે નહીં પણ ભવિષ્ય માટે હોય છે.

વાંચવા જેવું: આમિર ખાનના દીકરાની ફિલ્મ ‘મહારાજ’ પર સ્ટે યથાવત, ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલે સુનાવણી

આ નિયમ લાગૂ થતાં હવે ઈન્શ્યોરન્સ કંપનીઓએ વધુ પૈસા રિઝર્વ રાખવા પડશે. ભવિષ્યના દાવા માટે કંપનીઓએ અલગથી પૈસા રાખવા પડશે. આ માટે કંપનીએ વધુ પૈસાની જરૂર પડશે. કંપનીઓનું કહેવું છે કે આ નિયમ કરતા ખોટી પોલિસીના વેચાણ પર પુરેપૂરુ પ્રીમિયમ રિટર્ન કરવું સારું હતું. ઉલ્લેખનીય છે કે, ઈન્શ્યોરન્સ કંપનીઓ માટે તે નિયમ લાગૂ કરી દેવામાં આવ્યો છે જેમાં ગ્રાહકોને સૂચના પત્ર આપવામાં આવશે. આ સૂચના પત્રમાં આસાન ભાષામાં પોલિસી સંબધિત જાણકારી લખવામાં આવી હશે. જેમાં શરતો, ફાયદા સહિતની વિગતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હશે.

સંકળાયેલા મુદ્દાઓ

Insurance Policy , Policy Surrender Life Insurance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ