બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Big decision of ICC, changed the format of T20 World Cup, now Italy teams will be included
Vishal Khamar
Last Updated: 08:33 PM, 21 November 2022
ADVERTISEMENT
વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ મળીને T20 વર્લ્ડ કપ 2024ની યજમાની કરવા જઈ રહ્યા છે. ICCએ આ T20 વર્લ્ડ કપ માટે ફોર્મેટમાં મોટો ફેરફાર કર્યો છે. 20 ટીમોની ટુર્નામેન્ટ ત્રણ તબક્કામાં રમાશે. ખાસ વાત એ છે કે આ વર્લ્ડ કપ માટે 12 ટીમો પહેલાથી જ પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂકી છે.
T20 વર્લ્ડ કપ 2022 પૂરો થવામાં હવે થોડા દિવસો જ રહ્યા છે, પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પહેલાથી જ આગામી T20 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ICC એ વર્ષ 2024માં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ફોર્મેટમાં મોટા ફેરફારો કર્યા છે. 2024નો T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ)ની યજમાનીમાં રમાવાનો છે અને તેમાં 20 ટીમો ભાગ લેવા જઈ રહી છે.
ADVERTISEMENT
Twenty teams across the USA and the West Indies 👊
— ICC (@ICC) November 21, 2022
How the 2024 edition of the #T20WorldCup could look 🏆https://t.co/UisrN8xt0K
આગામી વર્લ્ડ કપનું ફોર્મેટ આ રીતે જ રહેશે.
20 ટીમોની ટુર્નામેન્ટ કુલ નોકઆઉટ સહિત ત્રણ તબક્કામાં રમાશે. તમામ ટીમો 20 ટીમોને 4-4ના કુલ 5 ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપની ટોપ 2 ટીમ સુપર-8માં પ્રવેશ કરશે. આ પછી તમામ આઠ ટીમોને 4-4ના 2 ગ્રૂપમાં વહેંચવામાં આવશે. સુપર-8 તબક્કામાં બંને જૂથમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. બે ટીમો બે સેમી ફાઈનલ મેચ દ્વારા ફાઇનલમાં પ્રવેશ કરશે.
2 ટીમોએ તેમના સ્થાનની પુષ્ટિ કરી છે
યજમાન હોવાના કારણે વેસ્ટ ઈન્ડિઝ અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા આગામી T20 વર્લ્ડ કપ માટે સીધા જ ક્વોલિફાય થઈ ગયા છે. તે જ સમયે, T20 વર્લ્ડ કપના સુપર-12 તબક્કાની ટોચની 8 ટીમોને આગામી સિઝન માટે સીધી એન્ટ્રી મળી ગઈ છે. આ ટીમોમાં ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડનો સમાવેશ થાય છે. આ સાથે ICC રેન્કિંગ (14 નવેમ્બર)ના આધારે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને પણ આ T20 વર્લ્ડ કપ માટે સીધી એન્ટ્રી મળી છે.
આઠ સ્લોટ હજુ પણ બાકી
એટલે કે 20 માંથી 12 ટીમોનો નિર્ણય થઈ ચૂક્યો છે. આઠ સ્પોર્ટ બાકી છે. T20 વર્લ્ડ કપ 2024 માટે બાકી રહેલી 8 ટીમોનો નિર્ણય તેમની પ્રાદેશિક લાયકાત પર આધાર રાખે છે. આ ક્વોલિફિકેશનમાં, આફ્રિકા, એશિયા અને યુરોપમાં બે-બે ક્વોલિફિકેશન સ્પોટ છે, જ્યારે અમેરિકા અને પૂર્વ એશિયા પેસિફિક પાસે 1-1 સ્લોટ છે. ઝિમ્બાબ્વે, નામિબિયા, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ જેવી ટીમો પાસે પ્રાદેશિક ક્વોલિફિકેશન દ્વારા સ્થાન બનાવવાની સુવર્ણ તક હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.