Big decision in Gujarat government cabinet meeting
BIG NEWS /
ગુજરાત સરકારનો નિર્ણયઃ 14 પાકોના ટેકાના ભાવ નક્કી કરાયા, તો PM મોદીના ગુજરાત પ્રવાસ અંગે પણ વાઘાણીએ આપી માહિતી
Team VTV04:44 PM, 13 Jun 22
| Updated: 06:23 PM, 13 Jun 22
PM મોદીનો ગુજરાત પ્રવાસ, યોગ દિવસની ઉજવણી, ટેકાના ભાવ વધારા તેમજ વંદે ગુજરાત વિકાસ યાત્રા વિશે વાઘાણીએ આપી માહિતી
ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણય
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી માહિતી
14 પાકોના ટેકાના ભાવ વધ્યા
કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ માહિતી આપતા કહ્યું કે કહ્યું- ખેડૂતો માટે 14 પાકોના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેમઆ અડદના 300 રૂ., કપાસમાં 355 રૂ., તલના ભાવ 523 રૂ. ગત વર્ષ કરતાં વધારી દેવામાં આવ્યા છે. તો અન્ય જાહેરાત કરતા વઘાણીએ કહ્યું કે 1 જૂલાઈથી 15 જુલાઇ સુધી વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે, 80 રથ નક્કી કરવામા આવ્યા છે, 1 રથ દરરોજ 10 ગામનું પરિભ્રમણ કરશે, વિવિધ થીમ આધારિત કાર્યક્રમ યોજાશે.
ટેકાના ભાવમાં ૯૨ થી ૫૨૩ સુધીનો વધારો
ખરીફના ૧૪ પાકોમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોના હિતમાં લઘુતમ વધારો કરવામાં આવ્યો છે. જેમાં પાક ઉછેરાનારાઓને તેમજ ઉપજ પર વળતરક્ષમ ભાવો મળે તેની ખાતરી કરી શકાય અને પાકના વાવેતરને સુનિશ્ચિત કરવામાં માટે ટેકાના ભાવ જે તે પાકના ખેતી ખર્ચના ઓછામાં ઓછા ૫૦ ટકાથી ૮૫ ટકા સુધીનો નફો મળે તે પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય તે માટે જુદાજુદા પાકમાં ગત વર્ષ કરતા પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૯૨ થી ૫૨૩ સુધીનો વધારો કરવામાં આવેલ છે.
કયા પાકના કેટલો ટેકાનો ભાવ રખાયો?
રાજ્યના મુખ્ય પાક મગફળીમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂ. ૫,૮૫૦, તુવેર પાકમાં રૂ. ૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂ. ૬,૬૦૦, મગ પાકમાં રૂ. ૪૮૦નો વધારો કરી ટેકાનો ભાવ ૭૭૫૫, તલ પાકમાં રૂ.૫૨૩નો વધારો કરી ટેકાનો ભાવ રૂ.૭,૮૩૦, અડદ પાકમાં રૂ.૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂ. ૬,૬૦૦, કપાસ પાકમાં રૂ. ૩૫૫નો વધારો કરી રૂ. ૬,૩૮૦ ટેકના ભાવ જાહેર કરેલ છે તેમ તેમણે ઉમેર્યુ છે.
૫૦ ટકા થી ૮૫ ટકા સુધીનો નફો મળશે
વાઘાણીએ જણાવ્યુ છે કે, ગુજરાતના ખેડૂતો દ્વારા ખરીફ ઋતુ ૨૦૨૨-૨૩ના મુખ્ય ૧૪ પાકોની ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે તેના ભાવો માટે ખેડૂતો દ્બારા વારંવાર ગુજરાત સરકાર તથા ભારત સરકારમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હતા. જેના ભાગ રૂપે ગુજરાતના પનોતા પુત્ર તથા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ના ખરીફ પાકના ટેકાના ભાવ ખરીફ ઋતુની વાવણી પહેલા સમયસર જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતો ની આવક બમણી કરવા માટે ભારત સરકાર દ્વારા ટેકાના ભાવમાં કરવામાં આવેલ વધારો અને તેની સમયસર જાહેરાત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રાજયના ખેડૂતો વતી આભાર વ્યકત કર્યો છે. ખરીફના ૧૪ પાકોમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોના હિતમાં લઘુતમ વધારો કરવામાં આવ્યો છે. જેમાં પાક ઉછેરાનારાઓને તેમજ ઉપજ પર વળતરક્ષમ ભાવો મળે અને પાકના વાવેતરને સુનિશ્ચિત કરવા માટે ટેકાના ભાવ જે તે પાકના ખેતી ખર્ચના ઓછામાં ઓછા ૫૦ ટકા થી ૮૫ ટકા સુધીનો નફો મળે તે પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે.
PM મોદીનો ગુજરાત પ્રવાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 અને 18 જૂને ગુજરાત આવશે, 18મીએ PM મોદી પાવાગઢ જશે, ગુજરાતને 3000 કરોડથી વધુ કામોની ભેટ આપશે, 16369 કરોડના ખર્ચે રેલવે પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે, વડોદરામાં જનમેદનીને સંબોધશે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરશે.અમદાવાદ બોટાદ ટ્રેનનું વડા પ્રધાન ફ્લેગ ઓફ કરશે
યોગ દિવસની ઉજવણી
21 જૂન વિશ્વ યોગ દિવસ ઉજવણી ગુજરાતમાં મોટા પાયે થશે.શિક્ષણિક સંસ્થા, આરોગ્ય સંસ્થા, પોલીસ વિભાગ, ઉજવણી કરશે તેવી જાહેરાત કરતા વાઘાણીએ કહ્યું હતું કે 75 આઇકોનીક સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે