Team VTV11:29 AM, 08 Jun 21
| Updated: 11:29 AM, 08 Jun 21
બાંગ્લા ફિલ્મોની એક્ટ્રેસ અને TMC સાંસદ નુસરત નહાં ફરી એકવાર ચર્ચામાં આવી છે. બાંગ્લાદેશી લેખિકા નસરીને નુસરતની પ્રેગનેન્સી વિશે લખ્યુ છે.
નુસરત જહાંની ગર્ભાવસ્થા પર વિવાદ
પતિએ કહ્યું આ બાળક મારુ નહી
TMC સાંસદ પર લાગ્યા આરોપ
નુસરત જહાં 6 મહિના ગર્ભવતી છે?
મિડીયા રિપોર્ટ અનુસાર નુસરત જહાં 6 મહિના પ્રેગનેન્ટ છે પરંતુ તેના વિશે તેણે મિડીયા ટીમને કોઇ જાણકારી આપી નથી અને રિપોર્ટ અનુસાર તેના સાસરીપક્ષને પણ આ વાતની જાણકારી નથી.
પતિએ કહ્યું આ બાળક મારુ નથી
રિપોર્ટ અનુસાર નુસરતના પતિ નિખિલ જૈને આ પ્રેગનેન્સી પર મોટુ નિવેદન આપ્યુ છે. તેણે કહ્યું કે બંનેના લગ્ન તૂટી જવાના છે અને નુસરત ડિસેમ્બર 2020થી તેનુ ઘર છોડીને તેના મમ્મી-પપ્પાના ઘરે રહે છે. તેણે કહ્યું કે આ પરિસ્થિતિમાં આ બેબી તેનુ કેવી રીતે હોઇ શકે.
BJP નેતા સાથે અફેરની ચર્ચા
રિપોર્ટ અનુસાર નુસરત જહાંનું બંગાળના BJP ઉમેદવાર યશ દાસગુપ્તા સાથે અફેરની ચર્ચા છે. તે બંને એક ફિલ્મના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. બંને ઘણીવાર સાથે દેખાઇ ચૂક્યા છે અને બંને થોડા સમય પહેલા જયપૂર તેમજ અજમેર પણ ગયા હતા. નુસરતના માતા-પતા સાથે યશના સારા સંબંધો છે.
નુસરત પર તસ્લીમાનો લેખ
બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને લખ્યું કે, નુસરતની ખબર સારી દેખાઇ રહી છે. તે ગર્ભવતી છે અને તેમ છતાં તેના પતિ નિખિલને આ વિશે કંઇ જ ખબર નથી. તસ્લીમાએ પોતાની પોસ્ટમાં નુસરતને ડિવોર્સ લઇ લેવાની સલાહ પણ આપી દીધી હતી.