બ્રેકિંગ ન્યુઝ
Mahadev Dave
Last Updated: 10:50 AM, 3 October 2023
ADVERTISEMENT
ફિલ્મ ચંદ્રમુખી 2ને લઈને કંગના રનૌત ભારે ચર્ચામાં આવ્યા હતા. 28 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલ ચંદ્રમુખી 2 સાઉથની હિટ ફિલ્મની સિક્વલ છે. આ હોરર કોમેડી ફિલ્મમાં કંગનાની એક્ટિંગ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. પી.વાસુ દ્વારા 'ચંદ્રમુખી 2'નું નિદર્શન કરવામાં આવ્યુ છે જે એક તમિલ ફિલ્મ હોવા છતાં હિન્દી અને તેલુગુ વર્ઝન પણ રિલીઝ થયા છે. શરૂઆતમાં કમાણી ટાઢી રહ્યા બાદ હવે વિકેન્ડમાં મોટા પાયે આ ફિલ્મ કમાણી કરી રહી છે.
ADVERTISEMENT
ફિલ્મે 6.8 કરોડ રૂપિયાનું કલેક્શન
ફિલ્મ ચંદ્રમુખી 2 સાથે, ફુકરે 2 અને ધ વેક્સીન વોર જેવી જોરદાર ફિલ્મ પણ રિલીઝ થઈ રહી છે. જેને લઈને બોક્સ ઓફિસ પર દર્શકોની પહેલી પસંદ બનવું ચંદ્રમુખી 2 માટે પડકારજનક છે. Sacnilkના રિપોર્ટ અનુસાર વાત કરીએ તો પ્રારંભના દિવસે કંગનાની 'ચંદ્રમુખી 2' એ 8.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે 4.35 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 5.05 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. તે જ રીતે ચોથા દિવસે રવિવારે ફિલ્મે 6.8 કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું.
20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ
ચંદ્રમુખી 2' બાદ હવે કંગના રનૌત હાલની સ્થિતિએ તેની આગામી ફિલ્મ 'તેજસ'ને લઈને હેડલાઈનમાં આવી રહી છે. આ ફિલ્મનો ટીઝર વીડિયો સોમવારે રિલીઝ કરી દેવામાં આવ્યો છે. જે વીડિયોમાં અભિનેત્રી ફાઈટર પાઈલટના રંગરૂપમાં જોવા મળી હતી. ટીઝરમાં કંગના રનૌતની અને ફાઈટર પ્લેનની ઝલક જોવા મળી હતી. આ ફિલ્મ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.