બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Big changes in T 20! This cricketer broke Rohit Sharma's world record

સ્પોર્ટ્સ / T 20 માં થઈ ગયા મોટા ઊલટફેર! આ ક્રિકેટરે તોડી નાંખ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકૉર્ડ

Priyakant

Last Updated: 04:37 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડના ક્રિકેટરે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્માનો મોટો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો

  • ન્યૂઝીલેન્ડના ક્રિકેટરે તોડી નાંખ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકૉર્ડ 
  • માર્ટિન ગુપ્ટિલે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો 
  • T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્મા જેવા ખતરનાક બેટ્સમેનને પાછળ છોડી દીધો

T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્માનો મોટો વર્લ્ડ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના એક ખેલાડીએ તોડી નાખ્યો છે. વિગતો મુજબ ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્માનો મોટો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. માર્ટિન ગુપ્ટિલે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્મા જેવા ખતરનાક બેટ્સમેનને પાછળ છોડી દીધો છે.

આ બેટ્સમેને રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો  

માર્ટિન ગુપ્ટિલ સ્કોટલેન્ડ સામેની પ્રથમ T20 મેચ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડીને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. 35 વર્ષીય ગુપ્ટિલે 31 બોલમાં 40 રન બનાવ્યા અને આ દરમ્યાન તેણે રોહિત શર્માને પાછળ છોડીને નવો રેકોર્ડ બનાવ્યો. ગુપ્ટિલના ઓપનિંગ પાર્ટનર ફિન એલને પણ તેની પ્રથમ ટી20 સદી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરતા, તેણે 56 બોલમાં 101 રન બનાવ્યા અને ન્યૂઝીલેન્ડે પાંચ વિકેટે 225 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં સ્કોટલેન્ડની ટીમ આઠ વિકેટે 157 રન જ બનાવી શકી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ઈશ સોઢીએ 28 રનમાં ચાર અને માઈકલ સેન્ટનરે 23 રનમાં બે વિકેટ લીધી હતી.

કોહલી 2021માં T20માં 3000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો

ગુપ્ટિલે તેની ઈનિંગ દરમિયાન T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3399 રન પૂરા કર્યા અને રોહિત શર્માના 3389 રનને પાછળ છોડી દીધા. તેના પછી ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (3308 રન), આયર્લેન્ડના ODI કેપ્ટન પોલ સ્ટર્લિંગ (2894 રન) અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચ (2855 રન)નો નંબર આવે છે. કોહલી 2021માં T20 ઈન્ટરનેશનલમાં 3000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rohit Sharma T20 Series martin guptill ન્યૂઝીલેન્ડ માર્ટિન ગુપ્ટિલ રોહિત શર્મા વિરાટ કોહલી Sports News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ