બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Big change in Team India ahead of India-Bangladesh 3rd ODI, this player has been given a place in the team
Megha
Last Updated: 12:48 PM, 9 December 2022
ADVERTISEMENT
ડાબા હાથના સ્પિનર કુલદીપ યાદવને 10 ડિસેમ્બરના દિવસે બાંગ્લાદેશ સામેની ત્રીજી ODI માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે કેપ્ટન રોહિત શર્મા સહિત ત્રણ ભારતીય ક્રિકેટરો ઈજાના કારણે સીરિઝની છેલ્લી મેચમાંથી બહાર થયા હતા અને તેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ એવું માનવામાં આવી રહ્યું છે કે રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાના હાલના બાંગ્લાદેશ સીરિઝના વાઇસ કેપ્ટન કેએલ રાહુલ ભારતનું નેતૃત્વ કરશે. આ સાથે જ હાલ સમાચાર મળી રહ્યા છે કે અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ કુલદીપ યાદવને ત્રીજી અને અંતિમ વનડે માટે ભારતીય ટીમમાં સામેલ કર્યો છે.
🚨 NEWS 🚨: Kuldeep Yadav added to #TeamIndia squad for the final ODI against Bangladesh. #BANvIND
— BCCI (@BCCI) December 9, 2022
Other Updates & More Details 🔽https://t.co/8gl4hcWqt7
ADVERTISEMENT
રોહિત શર્મા નહીં રમે ત્રીજી વનડે મેચ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને બીજી વનડેમાં ફિલ્ડિંગ કરતાં સમયે વખતે બીજી ઓવરમાં અંગૂઠામાં ઈજા પંહોચી હતી અને એ પછી બીસીસીઆઈની મેડિકલ ટીમ દ્વારા અને ઢાકાની સ્થાનિક હોસ્પિટલમાં તેનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. એકપર્ટની સલાહ પછી કેપ્ટન રોહિત શર્મા ફરી મુંબઈ જવા રવાના થયા હતા અને એ કારણે તેઓ છેલ્લી વનડેમાં રમી શકશે નહીં. આ સાથે જ આવનાર ટેસ્ટ સીરિઝ માટે તેની હાજરી અંગે પછીથી નિર્ણય લેવામાં આવશે.
ફાસ્ટ બોલર કુલદીપ સેન પણ બહાર
રોહિત શર્મા સિવાય ફાસ્ટ બોલર કુલદીપ સેને પણ પહેલા વનડે પછી પીઠ અકડાઈ જવાની સમસ્યા થઈ હતી અને એ પછી બીસીસીઆઈની મેડિકલ ટીમે તેનું મૂલ્યાંકન કર્યું. આ બધા પછી કુલદીપને પણ બીજી વનડેથી આરામની સલાહ આપવામાં આવી. જો કે કુલદીપને તણાવને કારણે ઈજા હોવાનું નિદાન થયું છે પણ હાલ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.
ફાસ્ટ બોલર દીપક ચહર પણ બહાર
આ ઉપરાંત ફાસ્ટ બોલર દીપક ચહરને બીજી ODI દરમિયાન ડાબા હાથની હૅમસ્ટ્રિંગમાં તણાવ થયો હતો અને તે પણ સીરિઝમાંથી પણ બહાર થઈ ગયો હતો. હાલ કુલદીપ અને દીપક બંને હવે તેમની ઇજાઓના વધુ સંચાલન માટે NCAને રિપોર્ટ કરશે.
💬 💬 "Rohit’s courage with the bat was phenomenal."
— BCCI (@BCCI) December 8, 2022
Head Coach Rahul Dravid lauds #TeamIndia captain @ImRo45 for his brave fight despite an injury in the 2⃣nd #BANvIND ODI. pic.twitter.com/sZecPgpp6u
બાંગ્લાદેશ સામેની ત્રીજી ODI માટે ટીમ ઈન્ડિયા:
KL રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન, શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર , મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, કુલદીપ યાદવ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.