બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:37 PM, 18 September 2024
આ વખતે ICC T20 રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ઓલરાઉન્ડરોની યાદીમાં જોરદાર છલાંગ લગાવતા ઈંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોન પ્રથમ સ્થાન પર પહોચ્યો છે.
ADVERTISEMENT
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચની T20 શ્રેણી બાદ હવે ICC દ્વારા નવી રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ બીજી મેચ જીતવામાં સફળ રહી હતી. ત્રીજી મેચ વરસાદને કારણે રમાઈ શકી ન હતી અને શ્રેણી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. શ્રેણી દરમિયાન શાનદાર પ્રદર્શન કરનાર ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી લિયામ લિવિંગસ્ટોને ઓલરાઉન્ડરોની યાદીમાં પ્રથમ સ્થાન પર પહોચ્યો છે. તેના ટોચ પર પહોંચવાને કારણે ઘણા ખેલાડીઓને નુકસાન થયું છે.
ADVERTISEMENT
લિયામ લિવિંગસ્ટને શાનદાર પ્રદર્શન કર્યું હતું
લિયામ લિવિંગસ્ટોને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી20 મેચની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ મેચમાં હાર બાદ ઈંગ્લેન્ડની ટીમ બીજી મેચમાં પણ હારનો ખતરો અનુભવી રહી હતી, ત્યારબાદ લિયામ લિવિંગસ્ટોને કમાન સંભાળી અને પોતાની ટીમને જીત તરફ દોરી. સિરીઝની બે મેચમાં બેટિંગ કરતા તેણે 124 રન બનાવ્યા હતા. જો વિકેટની વાત કરીએ તો તેણે કુલ 5 વિકેટ ઝડપી હતી. આ જ કારણ છે કે તે હવે ICC T20 રેન્કિંગમાં નંબર વન ઓલરાઉન્ડર બની ગયો છે.
આ પણ વાંચોઃ જુઓ વિરાટ-ગંભીરના હાઈવોલ્ટેજ ઇન્ટરવ્યૂનું ટ્રેલર, માત્ર 100 સેકન્ડમાં, ફેન્સ વીડિયો જોવા
રેન્કિંગમાં અંતર વધ્યું
લિયામ લિવિંગસ્ટોએ એક સાથે સાત સ્થાનની મોટી છલાંગ લગાવી છે. હવે તેનું રેટિંગ વધીને 253 થઈ ગયું છે. અગાઉ નંબર વન પોઝિશન ધરાવતા માર્કસ સ્ટોઈનિસને હવે બીજા સ્થાને જવું પડ્યું છે. મોટી વાત એ છે કે લિવિંગ્સ્ટન અને માર્કસ સ્ટોઈનિસ વચ્ચેનો તફાવત પણ ઘણો મોટો થઈ ગયો છે. અમે તમને પહેલા જ જણાવી ચુક્યા છીએ કે લિવિંગસ્ટનની રેન્કિંગ 253 છે, જ્યારે સ્ટાઈનિસની રેન્કિંગ 211 છે.
આ ખેલાડીઓને રેન્કિંગમાં પણ નુકસાન
લિવિંગસ્ટન નંબર વન પર પહોંચવા સાથે માર્કસ સ્ટોઈનિસ સિવાય ઝિમ્બાબ્વેના સિકંદર રઝા, બાંગ્લાદેશના શાકિબ અલ હસન, શ્રીલંકાના વાનિન્દુ હસરાંગા અને અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીને એક-એક સ્થાન નીચે જવું પડ્યું છે. આટલું જ નહીં, ભારતના હાર્દિક પંડ્યા અને નેપાળના દિપેન્દ્ર એરી પણ એક સ્થાન નીચે આવી ગયા છે. જો કે તે બધા હજુ પણ ટોપ 10માં પોતપોતાનું સ્થાન જાળવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાનો એડન માર્કરામ અને પાકિસ્તાનનો ઈમાદ વસીમ નવમા અને દસમા સ્થાને છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.