'બિગ બોસ' સીઝન 12ની પ્રતિક્ષા હવે ખતમ થવાની છે કેમકે શો નો બીજો પ્રોમો પણ સામે આવી ગયો છે. આ વખતનો પ્રોમો પાછલી તમામ સીઝનથી અલગ છે જેને જોઈને તમે એટલું જરૂર કહી શકો છો કે 'બિગ બોસ' સીઝન 12 સૌથી અલગ થવાનું છે કેમકે આ પ્રોમોમાં સલમાન ખાન મામા-ભાણેજની સ્ટોરીને એલગ ઢંગથી બતાવી રહ્યા છે...
પ્રોમોમાં સલમાન ખાન કુર્તા પાયજામામાં જોવા મળી રહ્યો છે. સાથે જ મામા-ભાણેજની સ્ટોરી કહી રહ્યો છે. આ પ્રોમોમાં ભાણો પોતાના મામાને પૂછ્યા વગર કોઈ કામ નથી કરી રહ્યો. લગ્ન માટે છોકરીનું નામ પૂછવા માટે પણ તે પોતાના મામની આજ્ઞા લી રહ્યો છે.
જણાવી દઈએ કે આ વખતે શો મા 3 કોમનર અને 3 સેલિબ્રિટિઝ જોડી હશે. કુલ 21 કંન્ટેસ્ટન્ટમાંથી તે 12 કન્ટેસ્ટંટ્સ હશે. બાકી બચેલા 9 કન્ટેસ્ટંટમાંથી 3 સેલિબ્રિટિઝ અને 6 કોમનર હશે. ક્યાં 6 કોમનર કન્ટેસ્ટંટ્સ શો મા એન્ટ્રી કરશે આ વાતનો ખુલાસો સલમાન ખાન શો ની ઓપનિંગ પર કરશે અને દબંગ ખાન સલમાન ખાન જ જોડી બનાવીને ઘરમા પ્રવેશ કરાવશે. આ તમામ વસ્તુ જાણ્યા પછી એવું લાગે છે કે શો આ વખતે 'બિગ બોસ'ના દર્શકોને વધારે એન્ટરટેનમેન્ટ કરનારો હશે.