બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / વિશ્વ / Big blow to Pakistan, what Saudi Arabia did after India, Imran couldn't say anything

આંચકો / પાકિસ્તાનને મોટો ફટકો, ભારત બાદ સાઉદી અરબે કર્યું એવું કામ કે કંઈ ન બોલી શક્યા ઈમરાન

Nirav

Last Updated: 06:28 PM, 28 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉદી અરબના વહીવટી તંત્રે પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો છે. જી 20 સમિટ માટે જાહેર કરાયેલ એક વિશેષ ચલણી નોટમાં જી 20માં સામેલ બધા દેશોના નકશાઓ છે જેમાં પીઓકેના પચાવી પાડેલા ગિલગિટ - બાલટિસ્તાન અને કાશ્મીરના હિસ્સાને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા નથી, તેના બદલે તેને સ્વતંત્ર પ્રાંત તરીકે દર્શાવાયા છે.

  • સાઉદી આરબે પાકિસ્તાનને આપ્યો આંચકો
  • ગિલગિટ - બાલટિસ્તાનને પાકિસ્તાનના નકશામાંથી હટાવ્યું
  • જી 20 સમિટ માટે જાહેર કરી એક વિશેષ ચલણી નોટ  

સાઉદી અરબ ની સરકારે આગામી મહિને તેમના દેસમાં યોજાનારી જી 20 બેઠક ના માન[માં એક 20 રિયાલની ચલણી નોટ જાહેર કરી છે, જેમાં પાછળના ભાગે આ ગ્રુપમાં સામેલ તમામ દેશોના નકશાઓ છે જેમાં ગિલગિટ અને બાલટિસ્તાનને પાકિસ્તાન ના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યો નથી. આ ઘટનાને પાકિસ્તાન સરકારની વિદેશનીતિની ખામી અને ઇસ્લામી દેશોમાં વધી રહેલા ભારત ના દબદબા સ્વરૂપે જોવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ પાકિસ્તાને ગિલગિટ - બાલટિસ્તાન અને કાશ્મીરમાં ચૂંટણી કરાવવાનું એલાન કર્યું હતું જેણે લઈને ભારતે તેને પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપી હતી. 

જી 20 બેઠકની અધ્યક્ષતા કરશે સાઉદી અરબ 

આ વર્ષની જી 20 બેઠકમાં તેનું અધ્યક્ષ પદ સાઉદી અરબ સંભાળવાનું છે, આ અવસરને યાદગાર બનાવવા માટે તેના સન્માનમાં એક ચલણી નોટ જાહેર કરવામાં આવી હતી જેમાં આ કામ કરાયું હતું. આ નોટમાં એક બાજુ સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલ અજિજની ફોટો અને એક સ્લોગન છે. આ નોટના પાછળના હિસ્સામાં પૂરું વિશ્વ છે, જેમાં આ જી  20 ના બેઠકના દેશોના નકશા અલગ અલગ રંગોમાં દર્શાવાયા છે. 

સાઉદી અરબના ભારત સાથે છે નજીકના સંબંધો 

એક અહેવાલના અનુસાર પેલેસ્ટાઇન અને કાશ્મીર પર પાકિસ્તાનની નીતિ સમાન છે અને જો કે સાઉદી આરબ અને ઇઝરાયેલ ના ભારત સાથેના સારા સંબંધો છે, ભારતમાં પીએમ મોદી ના જીત્યા બાદ સાઉદી અરબની વિદેશ નીતિમાં મોટા ફેરફાર આવ્યા છે. ગત વર્ષે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના મુદ્દે પણ સાઉદી અરબ એ કોઈ પ્રતિક્રિયા આપી નથી અને હાલમાં સાઉદી અરબ એ કરેલા નકશા ફેરફાર પછી હજુ સુધી કોઈ આધિકારિક પ્રતિક્રિયા પાકિસ્તાન દ્વારા અપાઈ નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

G 20 SUMMIT India Saudi Arabia pakistan પાકિસ્તાન ભારત સાઉદી અરબ Shock
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ