બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:53 AM, 12 July 2024
Gautam Gambhir : ભારતીય ટીમને ગૌતમ ગંભીરના રૂપમાં નવા મુખ્ય કોચ તો મળી ગયા છે પણ સહયોગી કોચિંગ સ્ટાફને લઈને હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે. સામાન્ય રીતે મુખ્ય કોચને તેમના સ્ટાફની પસંદગી કરવાની સ્વતંત્રતા હોય છે જો કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગૌતમ ગંભીર સાથે આવું નથી. BCCIએ ગંભીરની માંગને ફગાવી દીધી છે. એક મીડિયા અહેવાલ મુજબ ગૌતમ ગંભીરે ફિલ્ડિંગ કોચ માટે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી જોન્ટી રોડ્સનું નામ આપ્યું હતું. રોડ્સે લખનૌ સુપરજાયન્ટ્સમાં ગંભીર સાથે કામ કર્યું છે. જોકે BCCIએ તેને ફગાવી દીધું છે.
ADVERTISEMENT
BCCI વિદેશી કોચ રાખવાના મૂડમાં નથી. તેમને કોચિંગ સ્ટાફમાં માત્ર ભારતીય નામ જોઈએ છે. છેલ્લા સાત વર્ષમાં ભારતીય કોચિંગ સ્ટાફે માત્ર ભારતીય નામોનો સમાવેશ કર્યો છે અને બોર્ડ આમાં કોઈ ફેરફાર કરવા માંગતું નથી. રોડ્સને હટાવ્યા બાદ પૂર્વ ફિલ્ડિંગ કોચ ટી દિલીપનો દાવો વધુ મજબૂત બન્યો છે. દિલીપ રાહુલ દ્રવિડના કોચિંગ સ્ટાફનો એક ભાગ હતાઅને હવે તે ગંભીર સાથે પણ કામ કરી શકે છે. આવું પહેલા પણ બન્યું છે. દ્રવિડના સ્ટાફમાં બેટિંગ કોચ વિક્રમ રાઠોડ પણ અગાઉ રવિ શાસ્ત્રીના કોચિંગ સ્ટાફનો એક ભાગ હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : ગૌતમ ગંભીરનો રજવાડી ઠાઠમાઠ! હવેલીમાં રહેઠાણ, ઘરના અંદરની તસવીરો કિંમત હાઈફાઈ
વિનય કુમારના નામની પણ કરાઇ હતી ભલામણ
આ પહેલા ગૌતમ ગંભીરે બોલિંગ કોચ માટે વિનય કુમારના નામની ભલામણ કરી હતી પરંતુ તેને પણ સ્વીકારવામાં આવી ન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોર્ડ આ પોસ્ટ પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનને આપી શકે છે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને કોલકાતા નાઈટ રાઈડર્સના સહાયક કોચ અભિષેક નાયર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરના સહાયક સ્ટાફમાં જોડાઈ શકે છે . અભિષેકે કોલકાતા નાઈટ રાઈડર્સમાં ગૌતમ ગંભીર સાથે કામ કર્યું છે. બંને કોચિંગ સ્ટાફમાં હતા ત્યારે KKRએ આ વર્ષે ખિતાબ જીત્યો હતો.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઈન્ડિયા ઈંગ્લેન્ડ વનડે / VIDEO : 6,4,6,4,0,6, ફિલ સોલ્ટે હર્ષિત રાણાને બરાબરનો ધોયો, ડેબ્યૂમાં શર્મનાક રેકોર્ડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.