Team VTV10:53 PM, 23 Jan 23
| Updated: 10:54 PM, 23 Jan 23
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને કોર્ટ તરફથી તગડો ઝટકો લાગ્યો છે. કોર્ટે શમીને તેની પત્ની હસીન જહાને 50,000 રુપિયાનું ભરણપોષણ ચુકવવાનો આદેશ આપ્યો છે.
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને મોટો ઝટકો
પત્ની હસન જહાંને ભરણપોષણ ચુકવવાનો કોર્ટનો આદેશ
દર મહિને 50,000 ચુકવવા પડશે
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલ ન્યૂઝીલેન્ડ સામેની વન ડે શ્રેણીમાં વ્યસ્ત છે. આ દરમિયાન શમીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોલકાતાની કોર્ટે શમીને આદેશ આપ્યો છે કે, તે તેની પત્ની હસીન જહાંને માસિક રુપિયા 50,000 ભરણપોષણ ચૂકવે. હસીન જહાં અને મોહમ્મદ શમી અલગ રહે છે. અલીપોર કોર્ટના જજ અનિંદિતા ગાંગુલીએ ચુકાદો સંભળાવ્યો હતો.
હસીન જહાંએ મહિને માગ્યું હતું 10 લાખનું વળતર
હસીન જહાં 50,000ના ભરણપોષણથી ખુશ નથી કારણ કે તેણે મહિને 10 લાખ રુપિયાની માગ કરી હતી. 2018માં હસીન જહાંએ કાયદાકીય અરજી દાખલ કરીને 10 લાખ રૂપિયા માસિક ભરણપોષણની માંગ કરી હતી. અરજીમાં જહાંએ કહ્યું હતું કે તે વ્યક્તિગત ખર્ચ માટે દર મહિને 7 લાખ રૂપિયા અને પુત્રીના ઉછેર માટે દર મહિને 3 રૂપિયા ભરણપોષણ માંગે છે. હસીન જહાં હવે આ ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે.
2018માં શમીના જીવનમાં આવી આંધી
2018માં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના અંગત જીવનમાં હલચલ મચી ગઈ હતી. શમીની પત્ની હસીન જહાંએ આ દિગ્ગજ ખેલાડી પર ડોમેસ્ટિક વાયોલન્સ, મેચ ફિક્સિંગ, દહેજ ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આ પછી મોહમ્મદ શમીએ પત્નીના આરોપો અંગે સ્પષ્ટતા કરી હતી. બાદમાં શમી અને હસીન જહાં અલગ થઈ ગયા હતા. શમીએ આરોપો પર સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે, મારી સામે મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે. આ મને બદનામ કરવાનો અથવા મારી કારકિર્દીનો અંત લાવવાનો પ્રયાસ છે.