બ્રેકિંગ ન્યુઝ
Priyakant
Last Updated: 05:51 PM, 9 June 2022
ADVERTISEMENT
વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાં સ્થાન મેળવનાર અંબાણી-અદાણીને છેલ્લા 24 કલાકમાં મોટું નુકસાન થયું છે. જેને લઈ બંનેની નેટવર્થ $100 બિલિયનની નીચે આવી ગઈ છે. આજે બપોર સુધીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને $1.82 બિલિયનનું નુકસાન થયું છે. આ ઘટાડા બાદ અંબાણીની સંપત્તિ ઘટીને $99.3 બિલિયન થઈ ગઈ છે.
ADVERTISEMENT
મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ
રિલાયન્સના શેરમાં ઉછાળાના બળ પર મુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમ છતાં તેમનું વર્ચસ્વ ચાલુ છે, તેમની નેટવર્થમાં ફરી ઘટાડો થયો છે. હાલમાં ટોચના અમીરોની યાદીમાં અંબાણી આઠમા સ્થાને આવી ગયા છે.
ગૌતમ અદાણી ટોપ-10માંથી 9માં નંબરે પહોંચ્યાં
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આ વર્ષની શરૂઆતથી જ વિશ્વના અન્ય અમીરોને પછાડીને ઘણી કમાણી કરી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની સંપત્તિમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણીને પણ ભારે નુકશાન થતાં એપ્રિલ સુધી તે ટોપ-10 અમીરોમાં પાંચમા સ્થાને હતા જે હવે નવમાં સ્થાન પર પહોંચી ગયા છે.
આ તરફ અન્ય ટોચના અમીરોની વાત કરીએ તો, ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એલોન મસ્ક નંબર વન પર છે. છેલ્લા 24 કલાકમાં તેમની નેટવર્થ $2.10 બિલિયન વધીને $216 બિલિયન થઈ ગઈ છે. આ પછી એમેઝોનના જેફ બેઝોસ પણ બીજા સ્થાને છે. તેમની નેટવર્થ $1.84 બિલિયન ઘટીને $145 બિલિયન થઈ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.