હવે આ ફિલ્મમાં બિગ બીની સાથે નજરે આવશે શાહરૂખ વર્ષો બાદ ફરીથી બનશે જોડી

By : krupamehta 06:04 PM, 05 December 2018 | Updated : 06:04 PM, 05 December 2018
મુંબઇ: બોલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આમ તો સદીના મહાનાયક કહેવાય છે. અમિતાભ બચ્ચનની ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહીટ સાબિત થાય છે. આજના લગભગ દરેક સ્ટારનું સપનું હોય છે અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનું. બિગ બી જલ્દી સુજોય ઘોષની ફિલ્મ બદલામાં કામ કરવા જઇ રહ્યા છે. હવે માહિતી મળી રહી છે કે આ ફિલ્મમાં બિગ બી સાથે શાહરૂખ ખાન પણ જોવા મળશે. મોહબ્બતે, કભી ખુશી કભી ગમ અને ભૂતનાથ બાદ હવે ફરીથી એક વખત બિગ બીની સાથે શાહરૂખ કામ કરવા જઇ રહ્યો છે. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ ઝીરોના રિલીઝ થયા બાદ શાહરૂખ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં શાહરૂખ એક કેમિયો આપવાનો છે. શાહરૂખના રોલને પહેલાથી જ કેમિયો તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. ફિલ્મમાં શાહરૂખ તાપસી પન્નૂના પતિનો રોલ પ્લે કરતો જોવા મળશે. 

જો કે હાલ બિગ બી બીજી એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મનું નામ છે ઝુંડ. વાસ્તવમાં બિગ બી જલ્દી મરાઠી ફિલ્મ સૈરાટના ડાયરેક્ટર નાગારાજ મંજુલાની ફિલ્મ ઝુંડમાં કામ કરવા જઇ રહ્યા છે. ફિલ્મની સ્ટોરી વિજય બાર્સની લાઇફ પર બેસ્ડ છે. જે સ્લમ સાકરના સંસ્થઆપક છે. ફિલ્મની સ્ટોરી એક એવા રિટાયર્ડ સ્પોર્ટ્સ ટીચર પર આધારિત હશે જે સ્લમમાં ફુટબોલ મૂવમેન્ટ શરૂ કરે છે. બિગ બી ફિલ્મમાં એ પ્રોફેસરના રોલમાં છે.  Recent Story

Popular Story