બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આણંદમાં ATSની મોટી કાર્યવાહી, ડ્રગ્સનો કરોડોનો મુદ્દામાલ મળવાની શક્યતા, 24 કલાકથી તપાસ
Last Updated: 10:09 PM, 23 January 2025
ખંભાતની સોખડા GIDCમાં આવેલી ગ્રીનલાઈફ કંપનીમાં ATS અને SOGની ટીમે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગ્રીન લાઇફ કંપની દવા બનાવવાનું કામ કરે છે. એટીએસ અને એસઓજીની ટીમને સુત્રો પાસેથી એવી માહિતી પ્રાપ્ત થઇ હતી કે આ કંપની પાસે મોટી માત્રામાં ડ્રગ્સ સહિતનો સામાન છે. જેને લઇને ATS અને SOGની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. હાલ આ ફાર્મા કંપનીમાં તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
ATSની ટીમે સર્ચ ઓપરેશન દરમ્યાન કંપનીના માલિકો, ભાગીદારો અને કંપનીમાં કાર્યરત તમામ કર્મચારીઓની વિગતવાર પૂછપરછ હાથ ધરી હતી. સર્ચ ઓપરેશનમાં કંપનીના તમામ રેકોર્ડઝ અને દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
હજુ સુધી ATSની કાર્યવાહીને લઇને કોઇ નક્કર કારણો સામે આવ્યા નથી, પરંતુ સુત્રોનું માનીએ તો આ તપાસ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન અને નિયમોના પાલન સંબંધિત હોઇ શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં 14.28 લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા, કયા પ્રવાહમાં કેટલા? આંકડા જાહેર
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી / રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ મેદાન માર્યું, કાંધલનું રાજકીય વર્ચસ્વ યથાવત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.