Team VTV12:23 PM, 01 Feb 23
| Updated: 12:25 PM, 01 Feb 23
PAN કાર્ડને લઈને બજેટમાં નાણામંત્રીએ મોટું એલાન કર્યું છે, આધારકાર્ડ કેવાઈસીની પ્રક્રિયા સરળ થશે તેમજ ડિજિટલ લોકરના વપરાશમાં વધારો કરવામાં આવશે અને ઓળખપત્રના રૂપમાં પાન માન્ય ગણાશે.
હવેથી PANCARD પણ દેશભરમાં ID તરીકે માન્ય
ડિજિટલ લોકરના વપરાશમાં વધારો કરવામાં આવશે
આધારકાર્ડ વાઈસીની પ્રક્રિયા સરળ થશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટની જાહેરાત કરી છે. તેમાં લગભગ દરેક સેક્ટરનું સમાવેશ કરવામાં આવ્યું હોય તેવી જણાઈ રહ્યું છે. PAN કાર્ડને લઈને બજેટમાં નાણામંત્રીએ મોટું એલાન કર્યું છે, આધારકાર્ડ કેવાઈસીની પ્રક્રિયા સરળ થશે તેમજ ડિજિટલ લોકરના વપરાશમાં વધારો કરવામાં આવશે. PANCARD પણ દેશભરમાં ID તરીકે માન્ય ગણાશે.
For business establishments required to have Permanent Account Number, the PAN will be used as a common identifier for all Digital Systems of specified government agencies: FM Nirmala Sitharaman pic.twitter.com/Mbnt7ZgGVS
પાન કાર્ડ ઓળખપત્ર તરીકે માન્ય ગણાશે
PAN કાર્ડને લઈને બજેટમાં મોટું એલાન કરવામાં આવ્યું છે કે, DIGI લોકર, આધાર સરનામાંને યોગ્ય ગણાશે. પાન કોરોબર શરૂ કરવામાં મુખ્ય આધાર રહેશે. તેમજ DIGI લોકર દસ્તાવેજ શેયર મદદરૂપ થઈ શકશે. નાણાં મંત્રીએ કેટલાક મોટા એલાન કર્યું છે કે, આધારકાર્ડ કેવાઈસીની પ્રક્રિયા સરળ થશે. ડિજિટલ લોકરના વપરાશમાં વધારો કરવામાં આવશે. ઓળખપત્રના રૂપમાં પાન માન્ય ગણાશે. એકીકૃત ફાઇલિંગ પ્રક્રિયા રજૂ કરવામાં કરવામાં આવશે. ગ્રીન ગ્રોથ પર પણ સરકારનો ભાર વધુ રહેશ. નાણામંત્રીએ કહ્યું કે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે 2070 સુધી ભારત આ તરફ આગળ વધશે.
100 નવી યોજનાઓ કરવામાં આવશે શરૂ: નાણામંત્રી
નાણામંત્રીએ કહ્યું કે, રેલવેમાં 100 નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. આ સિવાય નવી યોજનાઓ માટે 75 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રની મદદથી 100 યોજનાઓ શરૂ કરવામાં આવશે. જેના પર આગળ કામગીરી કરવામાં આવશે.
157 મેડિકલ કોલેજ સાથે 157 નવી નર્સિંગ કોલેજ શરૂ થશે: નાંણા મંત્રી
નાણામંત્રી દ્વારા આરોગ્યને લઈને મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, 157 મેડિકલ કોલેજ સાથે 157 નવી નર્સિંગ કોલેજ શરૂ થશે. વર્ષ 2047 સુધી એનેમિયા નિર્મૂલન માટે લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે. બજેટમાં હેલ્થને લઈ ICMR લેબની સંખ્યામાં દેશભરમાં વધારવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે. આરોગ્યને લઈ ચિકિત્સા ક્ષેત્રમાં પ્રવેશ માટે પણ વધારો કરવામાં આવશે. ફાર્મામાં રિસર્ચ ઈનોવેશન માટે નવો પ્રોગામ થશે.