બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget 2024 / Budget / NPSને લઈ બજેટમાં મોટી જાહેરાત, એમ્પ્લોયર યોગદાન 14% કરાયું, જાણો તમારા પગાર પર શું અસર

બિઝનેસ / NPSને લઈ બજેટમાં મોટી જાહેરાત, એમ્પ્લોયર યોગદાન 14% કરાયું, જાણો તમારા પગાર પર શું અસર

Last Updated: 05:10 PM, 23 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NPSને લઈને બજેટ 2024માં મોટી જાહેરાત કરવામાં આવી છે.

Budget 2024 : NPSને લઈને બજેટ 2024માં મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે હવે એમ્પ્લોયરનું યોગદાન 10 ટકાથી વધારીને 14 ટકા કરવામાં આવી રહ્યું છે.

સંસદમાં 2024નું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે NPSને લઈને મોટી જાહેરાત કરી હતી. સરકારે હવે રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એમ્પ્લોયરનું NPS યોગદાન વધારીને 14 ટકા કર્યું છે. અત્યાર સુધી તે 10 ટકા હતો, જેને વધારી દેવામાં આવ્યો છે. તેનાથી કર્મચારીઓને લાંબા ગાળે વધુ ફાયદો થશે. બીજી તરફ તેમના ઘરે લઈ જવાના પગાર પર અસર પડશે.

એમ્પ્લોયરના યોગદાનને 10 ટકાથી વધારીને 14 ટકા કરવાનો સરકારનો નિર્ણય વધુ ને વધુ પગારદાર લોકોને નિવૃત્તિ ભંડોળ એકઠું કરવા માટે NPS અપનાવવા માટે પ્રેરિત કરશે. ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્રની બેંકો અને સાહસોમાં નવી કર વ્યવસ્થા પસંદ કરનારા કર્મચારીઓની આવકમાંથી પગારના 14 ટકા સુધીની કપાતની જોગવાઈ કરવાની દરખાસ્ત છે.

NPS-FINAL-FINAL.jpg

સરકારની NPS સ્કીમ ખૂબ જ લોકપ્રિય

NPS એ બજાર સાથે જોડાયેલી યોજના છે અને હાલમાં તે નિવૃત્તિ યોજના તરીકે ખૂબ જ લોકપ્રિય છે. અગાઉ આ યોજના માત્ર સરકારી કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ 2009થી સરકારે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પણ રાષ્ટ્રીય પેન્શન યોજના શરૂ કરી છે. આમાં બે પ્રકારના ખાતા ખોલી શકાય છે. પ્રથમ NPS ટિયર-1 એ નિવૃત્તિ ખાતું છે, જ્યારે ટિયર-2 એ સ્વૈચ્છિક ખાતું છે.

1

આ રીતે સ્કીમમાં ટેક્સ લાભ મળે

NPS યોજના હેઠળ મૂળભૂત પગારના 10 ટકા કર્મચારી દ્વારા અને 14 ટકા સરકાર દ્વારા યોગદાન આપવામાં આવે છે. પરિપક્વતા પછી કર્મચારીઓ સંપૂર્ણ જમા ભંડોળના 60 ટકા સુધી ઉપાડી શકે છે, જ્યારે 40 ટકા પેન્શન ખરીદવામાં ખર્ચ કરી શકાય છે. નેશનલ પેન્શન સિસ્ટમ- એનપીએસમાં રોકાણ કરવાથી આવકવેરા અધિનિયમ, 1961ની ત્રણ અલગ-અલગ કલમો હેઠળ કર લાભો મળે છે.

વધું વાંચોઃ એવી જાહેરાતો જેને જનતાની આશા પર પાણી ફેરવી તોળ્યું, હાથ લાગી નિરાશા, સમજો વિગતવાર

NPS ગ્રાહક આધાર 18 કરોડ

લોકોને પેન્શનની આવક પૂરી પાડવા માટે સરકારે NPSની શરૂઆત કરી હતી. તે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત છે. તેમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. PFRDAએ 2023-24માં બિન-સરકારી ક્ષેત્રોમાંથી NPSમાં 947,000 નવા ગ્રાહકો જોડ્યા, જેનાથી NPSની AUM વાર્ષિક ધોરણે 30.5% વધીને રૂ. 11.73 લાખ કરોડ થઈ. 31 મે 2024 સુધી કુલ NPS ગ્રાહકોની સંખ્યા 18 કરોડ રૂપિયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2024-25 NPS new rule Budget 2024 Live Updates
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ