બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, કર્મચારીઓને 2500000 સુધીની ગ્રેચ્યુઈટીનો મળશે લાભ

તમારા કામનું / કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, કર્મચારીઓને 2500000 સુધીની ગ્રેચ્યુઈટીનો મળશે લાભ

Last Updated: 08:54 PM, 19 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સના આદેશમાં કહેવામાં આવ્યું છે કે UPS હેઠળ, કર્મચારીઓને નોકરી દરમિયાન મૃત્યુ અથવા અપંગતાને કારણે નોકરી છોડી દેવા પર OPS ના લાભો મેળવવાનો વિકલ્પ મળશે. આનાથી UPS પસંદ કરનારા કર્મચારીઓની સંખ્યામાં વધારો થશે.

જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો અથવા તમારા પરિવારમાં કોઈ કેન્દ્ર સરકારનો કર્મચારી છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકારે એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી છે કે યુનિફાઇડ પેન્શન યોજના (UPS) હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓ હવે જૂની પેન્શન યોજના (OPS) હેઠળ નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેચ્યુઇટી મેળવવાના હકદાર બનશે. આ નિર્ણય સાથે, કર્મચારીઓની લાંબા સમયથી ચાલી આવતી માંગણી પૂર્ણ થઈ છે.

25 લાખ રૂપિયા સુધીનો ગ્રેચ્યુઇટી લાભ

કર્મચારી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે સરકાર દ્વારા લાગુ કરાયેલી નવી જોગવાઈ NPS હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓને સામાજિક સુરક્ષા પૂરી પાડવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. સિંહે કહ્યું કે UPS માં સમાવિષ્ટ કેન્દ્રીય કર્મચારીઓ હવે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ ગ્રેચ્યુટીની ચુકવણી) નિયમો, 2021 હેઠળ નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેચ્યુટી માટે હકદાર રહેશે. આ પછી, UPS માં જોડાનારા કર્મચારીઓ 25 લાખ રૂપિયા સુધી ગ્રેચ્યટીનો લાભ મેળવી શકશે

કર્મચારીઓને આ બે શરતોમાં લાભ મળશે.

પેન્શન અને પેન્શનરો વિભાગ (DoPPW) દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે UPS હેઠળ, કર્મચારીઓને નોકરી દરમિયાન મૃત્યુ અથવા અપંગતાને કારણે નોકરી છોડી દેવા પર OPS લાભ મેળવવાનો વિકલ્પ મળશે. DoPPW ના સચિવ વી. શ્રીનિવાસએ કહ્યું, 'આ આદેશ કર્મચારીઓની શંકાઓ દૂર કરે છે અને પ્રગતિશીલ છે.' ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોયીઝ ફેડરેશનના અધ્યક્ષ મનજીત સિંહ પટેલે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો.

વધુ વાંચો: EMI ભરી-ભરીને કંટાળ્યાં, તો અપનાવો આ ઉપાય, લોન જલ્દી પૂરી થઇ જશે

હવે વધુને વધુ કર્મચારીઓ UPS માં જશે.

તેમણે કહ્યું કે UPS માં ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેચ્યુઇટીનો સમાવેશ કરવાથી કર્મચારીઓની ગેરસમજ દૂર થશે. પટેલે કહ્યું, 'નોકરી દરમિયાન મૃત્યુ અથવા શારીરિક અપંગતાના કિસ્સામાં કર્મચારીઓને OPS નો લાભ મળવો એ એક મોટો ન્યાય છે. આ નિયમ લાગુ થયા પછી, ઘણા કર્મચારીઓ UPS પસંદ કરશે.' DOPPW એ 2021 માં સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ સંબંધિત નિયમો બનાવ્યા હતા. આ હેઠળ, નિયમ 10 માં જણાવાયું હતું કે NPS માં સમાવિષ્ટ દરેક કેન્દ્રીય કર્મચારીને નોકરી દરમિયાન મૃત્યુ અથવા અપંગતાને કારણે નોકરી છોડવા પર NPS અથવા OPS નો લાભ પસંદ કરવાનો અધિકાર છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે UPS પસંદ કરનારા કર્મચારીઓ સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) રૂલ્સ, 2021 અથવા સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (એક્સ્ટ્રાઓર્ડિનરી પેન્શન) રૂલ્સ 2023 હેઠળ લાભ મેળવી શકશે. સરકારના આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત મળવાની અપેક્ષા છે. UPSમાં OPS લાભોનો સમાવેશ થવાથી કર્મચારીઓનો આત્મવિશ્વાસ વધશે. સરકાર દ્વારા લેવામાં આવેલ આ પગલું કર્મચારીઓની સામાજિક સુરક્ષા તેમજ તેમના ભવિષ્યનું ધ્યાન રાખે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Payment of Gratuity Jitendra Singh National Pension System
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ