બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget 2024 / Budget / બજેટમાં ટેક્સ સ્લેબથી લઈને બેઝિક છૂટમાં થઇ શકે મોટું એલાન, જાણો કેવા ફેરફાર થઇ શકે
Last Updated: 11:25 AM, 22 July 2024
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી 3.0 નું પહેલું બજેટ 23 જુલાઈના રોજ રજૂ કરશે. જેને લઇ ટેક્સધારકો ટેક્સ રેટમાં થનાર સંભવિત કપાત અને છૂટના દરમાં થનાર વધઘટની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
3 લાખથી વધીને 5 લાખ સુધીની મળી શકે છે બેઝિક છૂટ
ADVERTISEMENT
23 જુલાઈના રોજ બજેટ રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ નાણામંત્રી નિર્મલા સીતારમણટે ટેક્સ પર રાહત આપવાનો વિચાર કરી રહ્યા છે. જેમાં સંભવિત રૂપે ન્યુ ટેક્સ રિજીમમાં 15 લાખથી લઈને 20 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકો માટે આવક વેરાનો દર ઓછો કરવાનો છે. આ સિવાય આપને જણાવી દઇએ કે ટેક્સ સ્લેબના આધારે બેઝિક ઈન્કમ ટેક્સ છુટ 3 લાખથી વધારીને 5 લાખ સુધી થઈ શકે છે.
જુની ટેક્સ વ્યવસ્થામાં ફેરફારની આશા
નિષ્ણાંતોનું માનવુ છે કે સરકાર નવી ટેક્સ વ્યવસ્થાને લઇ કપાત મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરી શકે છે. ઉપરાંત જુની ટેક્સ વ્યવસ્થામાં કોઇ ફેરફાન ન થવાની શક્યતાઓ છે. કારણ કે સરકારનું લક્ષ્ય વધારેમાં વધારે લોકોને નવા ટેક્સ સિસ્ટમમાં સમાવેશ થવા માટે પ્રોત્સાહિત કરવાનું છે.
હાલ નવા ટેક્સ રિજીમ પ્રમાણેનો ટેક્સ સ્લેબ
ન્યુ ટેક્સ સ્લેબ અંતર્ગત જો છૂટની મર્યાદા 3 લાખ રૂપિયા છે. જે બાદ તમામ ટેક્સ કર્તાઓને 50 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. આ ટેક્સ સ્લેબ 7 લાખથી વધારે આવક ધરાવતા લોકો પર લાગુ પડે છે.
ટેક્સ સ્લેબ રેટ
જો છૂટની મર્યાદા 5 લાખ રૂપિયા હોય તો કેટલો ટેક્સ સ્લેબ થાય
જો 5 લાખ રૂપિયા ટેક્સ સ્લેબમાં બેઝિક છુટ આપવામાં આવે તો 5 લાખ રૂપિયાની વધારેલ છુટ મર્યાદા બાદ કર મુક્ત આવકની મર્યાદા વધી જશે. જે બાદ લાગુ પડતી માનક કપાત 50 હજાર રૂપિયા થશે.
વધુ વાંચો : પનીરથી લઈને આઈસક્રીમ બનાવતી કંપનીનો આવશે 2000 કરોડનો IPO, જાણો વિગતો
ટેક્સ સ્લેબ ( નવા ટેક્સ સ્લેબના આધારે ) ટેક્સના દર
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.