બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / છત્તીસગઢમાં ફરીથી કરાઇ મોટી કાર્યવાહી: સુરક્ષાદળો સાથેની અથડામણમાં 7 નક્સલીઓ ઠાર, સર્ચ ઓપરેશન શરૂ

BIG BREAKING / છત્તીસગઢમાં ફરીથી કરાઇ મોટી કાર્યવાહી: સુરક્ષાદળો સાથેની અથડામણમાં 7 નક્સલીઓ ઠાર, સર્ચ ઓપરેશન શરૂ

Last Updated: 08:11 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નક્સલવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં વિસ્ફોટકો અને હથિયારો પણ મળી આવ્યા

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં ગુરુવારે નક્સલવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 7 નક્સલીઓને ઠાર કર્યા છે. નક્સલવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં વિસ્ફોટકો અને હથિયારો પણ મળી આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર નક્સલવાદીઓની સંખ્યા વધી શકે છે.

છત્તીસગઢના નારાયણપુર અને બીજાપુર જિલ્લાની સરહદ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. મળતી માહિતી મુજબ એન્કાઉન્ટરમાં સાત નક્સલવાદીઓ માર્યા ગયા છે. પોલીસ અધિકારીઓએ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. મળતી માહિતી અનુસાર નારાયણપુર-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં નક્સલવાદીઓની પ્લાટૂન નંબર 16 અને ઈન્દ્રાવતી એરિયા કમિટીની સૂચનાના આધારે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ , બસ્તર ફાઈટર્સ અને નારાયણપુરની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દંતેવાડા અને બસ્તર જિલ્લામાં એક સંયુક્ત ટીમ પેટ્રોલિંગ માટે મોકલવામાં આવી હતી.

સવારે 11 વાગ્યે નક્સલીઓએ જવાનો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જે બાદ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા વધી શકે છે. સુરક્ષા દળોએ ઘટના સ્થળેથી સાત નક્સલીઓના મૃતદેહ અને હથિયારો કબજે કર્યા છે. આ એન્કાઉન્ટરમાં ઘણા નક્સલવાદીઓ ઘાયલ થવાની આશંકા છે.

આ પણ વાંચોઃ એલિયન્સ ચંદ્ર પર રહે છે? ISRO ચીફ એસ સોમનાથે રહસ્ય પરથી ઉઠાવ્યો પરદો

નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઘટના સાથે રાજ્યમાં સુરક્ષા દળો સાથે અલગ અલગ એન્કાઉન્ટરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 112 નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ પહેલા 10 મેના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. તેમજ 30 એપ્રિલના નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદ પર સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ મહિલાઓ સહિત 10 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ સિવાય 16 એપ્રિલે કાંકેર જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 29 નક્સલીઓને ઠાર કર્યા હતા.

વધુ માહિતી અપડેટ થઇ રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Chhattisgarh નક્સલીઓનું એન્કાઉન્ટર છતીસગઢ Raipur Naxalites Encounter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ