Bidi prasad is offered in this temple, the reason is very interesting
અજબ - ગજબ /
અનોખી પરંપરા : આ મંદિરમાં ચઢાવવામાં આવે છે બીડીનો પ્રસાદ, કારણ છે ખૂબ રસપ્રદ
Team VTV06:59 PM, 29 May 22
| Updated: 07:14 PM, 29 May 22
ભારતમાં એવા પણ મંદિરો છે, જેમના વિશે જુદી જુદી માન્યતાઓ બંધાયેલી છે. આપણા દેશમાં અલગ - અલગ ધર્મોના લોકો રહે છે અને બધા જ ધર્મોની જુદી જુદી પરંપરાઓ છે.
અજીબો ગરીબ પ્રથા ધરાવે છે બિહારનું મંદિર
પ્રસાદની જગ્યાએ લોકો ચઢાવે છે બીડી
બીડી ન ચઢાવા પર થઈ શકે છે અમંગળ
મોટાભાગના લોકો માન્યતાઓમાં પડીને દૂર દૂરથી દર્શન કરવા માટે આ મંદિરમાં આવે છે. અહિં લોકો ભગવાનને ખુશ કરવા માટે ચાદરથી લઈને દૂધ સુધીની અનેક વસ્તુઓ ચઢાવે છે. પરંતુ શું તમે કદી એવા મંદિર વિશે સાંભળ્યું છે, કે જ્યાં લોકો ઈશ્વરને ખુશ કરવા માટે બીડી ચઢાવતા હોય ? હવે તમે વિચારી રહ્યા હશો કે અમે તમારી સાથે મશ્કરી કરી રહ્યા છીએ. પરંતુ આ વાત 101% સાચી છે. આજે અમે એવા મંદિર વિશે જણાવીશું કે,જ્યાં ભગવાનને ફૂલો નહીં પણ બીડી ચઢે છે.
બિહાર સ્થિત છે આ મંદિર
આ મંદિર બિહારના કેમૂર જિલ્લાના ભગવાનપૂર પ્રખંડના 1400 ફૂટ ઊંચી પહાડી પર સ્થિત છે. તેને લોકો મુસહરવા બાબા મંદિરના નામે ઓળખે છે. અહિં લોકો પોતાની યાત્રાને કુશળ મંગળ બનાવવા માટે ભગવાનને બીડી ચઢાવે છે અને ત્યારબાદ તેમના ગંતવ્ય સ્થાન પર જાય છે. અહિં મોટાભાગે યુપી, મધ્યપ્રદેશ અને છત્તીસગઢથી ભક્તો આવે છે.
આ મંદિરમાં બીડી ચઢાવાનું પ્રચલન કેમ છે?
હકીકતમાં પહેલા આ વિસ્તારમાં નક્સલી લોકો રહેતા હતા. અહીં અધૌરા પહાડી પર નક્સલવાદીઓનું શાસન હતું. ત્યારથી જ આ મંદિરમાં બીડી ચઢાવવાની માન્યતા છે. આ મંદિરમાં મુસાહરવા બાબાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. અહિં પહાડી ઘાટી પર ચઢતા પહેલા આ મૂર્તિની પૂજા કરવી જરૂરી છે. એવું માનવામાં આવે છે કે, આનાથી તેમની યાત્રામાં કોઈ અડચણ નથી આવતી. જો કોઈને બીડી ચઢાવવાની ન હોય તો તે ભક્ત બીડી ચઢાવવા માટે તેટલી રકમ દાનપેટીમાં મૂકે છે.
આ મંદિરના પૂજારીનું કહેવું છે કે, તેઓ 22 વર્ષથી આ મંદિરમાં પૂજા કરી રહ્યા છે. પહેલા તેમના પિતાજી ત્યાં પૂજા કરતા હતા, હવે તે ખૂદ ત્યાં પૂજા કરે છે. આ મંદિર 1400 ફૂટ ઊંચી પહાડી ઘાટી પર આવેલુ છે. જે પણ ઘાટી ચઢીને ત્યાંથી નીકળે છે, તે આ મંદિરમાં જરૂરથી બીડી ચઢાવે છે. જે લોકો આમ નથી કરતા તેમની સાથે અમંગલ થાય છે.
દર્શન બાદ પણ ચઢાવામાં આવે છે બીડી
અહિયાં આવીને ભક્તો પહેલા બાબાના દર્શન કરે છે અને પછી 'બીડી'નું બંડલ ખોલી તેને સળગાવીને બાબાને ચઢાવે છે. એવુ માનવામાં આવે છે કે, બીડી ચઢાવાથી બાબા પ્રસન્ન થાય છે. અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. જો કોઈ ભક્ત અહીં દર્શન સમયે બીડી ચડાવી શકતા નથી, તો તે ચોક્કસપણે પાછા આવીને બાબાને બીડી ચઢાવે છે.