બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / biahr election 2020 third phase voting start

Bihar Elections 2020 / બિહાર વિધાનસભા ચૂંટણીમાં અંતિમ તબક્કાનું મતદાનઃ PM મોદી-અમિત શાહે કરી આ અપીલ

Divyesh

Last Updated: 08:30 AM, 7 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે. અંતિમ તબક્કામાં 15 જિલ્લામાં 78 વિધાનસભા ક્ષેત્રોમાં મતદાતાઓ પોતાના પ્રતિનિધિને જીતાડવા મતદાન કરી રહ્યાં છે. 78 વિધાનસભા ક્ષેત્રોમાં કુલ 1204 ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. ત્યારે PM મોદી અને અમિત શાહે મતદારોને મતદાન કરવા અપીલ કરી છે.

  • બિહાર વિધાનસભાની ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન
  • 15 જિલ્લાની 78 બેઠકો પર મતદાન
  • વિધાનસભા અધ્યક્ષ સહિત 12 મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર

બિહાર વિધાનસભાની ચૂંટણીનું અંતિમ તબક્કામાં 15 જિલ્લાની 78 બેઠકો પર મતદાન  ચાલી રહ્યું છે. વિધાનસભા અધ્યક્ષ સહિત 12 મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. આ તબક્કામાં 1094 પુરૂષ અને 110 મહિલા ઉમેદવાર છે, જ્યારે 33,782 બુથોમાંથી 4999 બુથોને સંવેદનશીલ જાહેર કરાયાં છે. પ્રથમ બે તબક્કામાં 165 બેઠકો પર મતદાન થયું.

પોતાની અંતિમ ચૂંટણી હોવાનું નિવેદન આપી ત્રીજા તબક્કાના મતદાન અગાઉ નીતિશ કુમારે ઇમોશનલ કાર્ડ ખેલ્યું હતું. 
 

પીએમ મોદીએ આપ્યો આ સંદેશ

બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે. આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં આજે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન છે. બધા મતદારોને મારી અપીલ છે કે તેઓ વધુમાં વધુ લોકશાહીના આ પર્વમાં ભાગીદાર બને અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે.
 


અમિત શાહે વિકાસ અને સુશાસન બનાવી રાખવા મતદાન કરવા અપીલ કરી

ગૃહમંત્રી અમિત શાહે ખાસ યુવાઓને બિહારમાં વિકાસ અને સુશાસન બનાવી રાખવા માટે મતદાન કરવા અપીલ કરી. અમિત શાહે લખ્યું કે બિહારમાં ત્રીજા અને અંતિમ તબક્કા માટે બધા મતદારોને અપીલ કરુ છું કે તેઓ પોતાના મતાધિકારનો ઉફયોગ કરે અને મોટી સંખ્યામાં મતદાન કરે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bihar Election 2020 PM modi amit shah અમિત શાહ પીએમ મોદી બિહાર ચૂંટણી Bihar Election 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ