બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Bi-seasonal forecast days increased with temperature,
Mahadev Dave
Last Updated: 04:39 PM, 17 March 2023
ADVERTISEMENT
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના મોટાભાગના શહેરોના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક વખત સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યમાં આગામી પાંચ દિવસ છૂટુ છવાયું માવઠું ત્રાટકી શકે છે. બીજી બાજુ તાપમાનમાં આગામી બે, ત્રણ દિવસમાં કોઈ ફેરફાર ન થાય તેવુ જણાવાયું છે.
ADVERTISEMENT
5 દિવસ વરસાદની વકી
વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની વકી જોવા મળી રહી છે. જેમાં સોરાષ્ટ્ર અને કચ્છમા માવઠું ત્રાટકી શકે છે. તો સોરાષ્ટ્રના અમુક વિસ્તારો ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. વધુમાં બનાસકાંઠા,પાટણ,રાજકોટ અને અમરેલી વિસ્તારમાં કરા સાથે વરસાદ પડે તેવું જાણવા મળી રહ્યું છે.
21 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી
મહત્વનું છે કે અગાઉ હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન અને કચ્છની ઉપર સર્જાયેલા સાઇક્લોનિક સરક્યુલેશનની અસર તળે ગુજરાતમાં હજુ 21મી સુધી કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી. જેમાં આજે એટલે કે 17મી માર્ચે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સાંબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ અને બોટાદમાં વરસાદ વરસી શકે છે.
આવતીકાલે અહીં વરસાદની આગાહી
તો આવતીકાલે એટલે કે 18મી માર્ચે અરવલ્લી, અમદાવાદ, આણંદ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, સાબરકાંઠા, તાપી, ડાંગ, સુરત, ભાવનગર, અમરેલીમાં વરસાદ વરસી શકે છે. 19મી માર્ચે અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલીમાં વરસાદ ખાબકી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.