બ્રેકિંગ ન્યુઝ
Jaydeep Shah
Last Updated: 01:52 PM, 7 September 2022
ADVERTISEMENT
ભારતે શ્રીલંકા સામે કરવો પડ્યો હારનો સામનો
ટીમ ઇન્ડિયા એશિયા કપ 2022માં સુપર 4નાં બે મુકાબલા સતત હારી છે. ગ્રુપ સ્ટેજમાં ટીમે બંને મુકાબલાઓ જીત્યા હતા. શ્રીલંકા સામે 6 સપ્ટેમ્બરનાં રોજ રમવામાં આવેલા મુકાબલામાં ટીમ ઇન્ડિયાનો એક ખેલાડી હારનો સૌથી મોટો ગુનેગાર બન્યો છે. આ ખેલાડી પાકિસ્તાન સામે પણ ફ્લોપ રહ્યો હતો.
ADVERTISEMENT
આ ખેલાડી બન્યો ગુનેગાર
શ્રીલંકા સામેની મેચમાં ટીમ ઇન્ડીયાએ પહેલા બેટિંગ કરીને 17૩ રન બનાવ્યા હતા. ટારગેટ આમ તો ઘણો વધારે હતો, પણ ભારતીય બોલરોએ શ્રીલંકા માટે ટારગેટ સરળ બનાવી દીધો. એશિયા કપ 2022માં ટીમ ઇન્ડીયાનાં સૌથી સીનીયર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર હારનું સૌથી મોટું કારણ રહ્યા. ભુવનેશ્વર કુમાર આ મેચમાં ઘણા મોંઘા સાબિત થયા છે અને વિકેટ પણ નથી લઇ શક્યા.
19મી ઓવરમાં રહ્યા મોંઘા
શ્રીલંકાને આ મુકાબલો જીતવા માટે 2 ઓવરમાં 21 રનની જરૂર હતી, આવામાં કપ્તાન રોહિત શર્માએ ભુવનેશ્વર પર ભરોસો રાખીને તેને 19મી ઓવર થમાવી દીધી. ભુવનેશ્વર પોતાના અનુભવનો ફાયદો ઉઠાવી ન શક્યા અને તેમણે આ ઓવરમાં 14 રન આપી દીધા. ભુવનેશ્વર જો આ ઓવરમાં રન બચાવવામાં સફળ રહ્યાં હોત તો મેચનું પરિણામ ભારતના પક્ષમાં આવી શકતું હતું. આ મેચ પહેલા પકીત્સના સામે પણ તેમણે 19મી ઓવરમાં 19 રન આપ્યા હતા.
શ્રીલંકા સામે વિકેટ ન મળી
ભુવનેશ્વર કુમારે શ્રીલંકા સામે પહેલી ઓવરમાં સારી બોલિંગ કરી હતી, પણ ત્યાર બાદ તેઓ ખૂબ જ મોંઘા સાબિત થયા. ભુવનેશ્વર કુમારે આ મેચમાં 4 ઓવરમાં બોલિંગ કરી, જેમાં તેમણે 7.50ની ઈકોનોમીથી રન આપ્યા અને એકપણ વિકેટ ન લઇ શક્યા. જણાવી દઈએ કે પાકિસ્તાનને જો અફઘાનિસ્તાન સામે જીત મળે છે, તો ભારત ટુર્નામેન્ટથી બહાર થઇ જશે. ટીમ ઇન્ડિયાએ સુપર 4માં પોતાની છેલ્લી મેચ અફઘાનિસ્તાન સામે જ રમવાની છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.