Wednesday, July 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ગજબ / આ દેશના વડાપ્રધાન ડૉક્ટરની પણ નિભાવે છે ભૂમિકા!

આ દેશના વડાપ્રધાન ડૉક્ટરની પણ નિભાવે છે ભૂમિકા!

'વન્સ અ સોલ્જર, ઓલ્વેઝ અ સોલ્જર' આ કહેવત તો આપણે સાંભળી હશે, પરંતુ હવે તેમાં પરિવર્તનની જરૂર છે. 'વન્સ અ ડોક્ટર ઓલ્વેઝ અ ડોક્ટર' આ કહેવતને સત્ય બનાવે છે ભુતાનના વડા પ્રધાન લોતે શેરિંગ. તેઓ વ્યવસાયે સર્જન છે અને વડા પ્રધાનનું પદ સંભાળ્યા બાદ પણ તેઓ દર શનિવારે ડોક્ટરના રૂપમાં પોતાની ભૂમિકા ભજવે છે.

ર૦૦૮માં રાજાશાહી ખતમ થયા બાદ ગયા વર્ષે ભુતાનમાં ત્રીજી લોકતાંત્રિક ચૂંટણીઓ યોજાઇ હતી, તેમાં શેરિંગની પાર્ટી દ્રુક ન્યામરપ શોગપાએ જીત મેળવી. પ૦ વર્ષીય શેરિંગનું કહેવું છે કે કોઇને ગોલ્ફ રમવાનું ગમે છે તો કોઇને તીરંદાજી પસંદ હોય છે, પરંતુ મને સર્જરી કરવામાં આનંદ આવે છે. વડા પ્રધાન જિગ્મે દોરજી વાંગચુક નેશનલ રેફરલ હોસ્પિટલમાં સર્જન તરીકે કામ કરે છે. 

ખાસ વાત એ છે કે વડા પ્રધાન શેરિંગ જ્યારે હોસ્પિટલ જાય છે ત્યારે કોઇ અન્ય ડોક્ટર, નર્સ કે દર્દી તેમને વડા પ્રધાન નહીં, માત્ર સર્જન તરીકે જ જુએ છે. બધાં સામાન્ય રીતે કામમાં લાગેલાં હોય છે.

શેરિંગે જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાથી ટ્રેઇનિંગ લીધી છે. ગુરુવાર સવારે તેઓ ટ્રેઇની કે અન્ય ડોક્ટરોને મેડિકલ એડ્વાઇઝ આપે છે. શનિવારે તેઓ પોતાની પાસે  રિફર થયેલા દર્દીઓનો ઇલાજ કરે છે. 

શેરિંગનું કહેવું છે કે રાજનીતિ પણ ડોક્ટરી કરવા જેવી જ છે. હું હોસ્પિટલમાં દર્દીઓની તપાસ કરું છું, એ જ રીતે સરકારમાં નીતિઓની હેલ્થ ચકાસું છું અને તેને બહેતર બનાવવાની કોશિશ કરું છું.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ