રામનવમીના દિવસે હિંમતનગર અને ખંભાતમાં થયેલી હિંસાથી ફરી રાજ્યનું સાંપ્રદાયિકતા દૂષિત થઈ હતી. હિંમતનગરમાં ઉભા થયેલા હિંસક ઘર્ષણને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી, DGP, રેન્જ IG, જિલ્લા SP સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ બેઠકમાં સ્થાનિક આગેવાનોને પણ બોલાવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે અને ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને રાતે બેઠક બોલાવી છે.
આજે રાતે CM બંગલે બેઠક
મળતી જાણકારી પ્રમાણે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આજે રાતે 8 કલાકે CM હાઉસ ખાતે એક ખાસ બેઠક બેલાવી છે.આ બેઠકમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી DGP તથા મુખ્ય સચિવ, ગૃહ સચિવ સહિતના ઉચ્ચાધિકારીઓ હાજર રહેશે.
DGP આશિષ ભાટીયાએ કહ્યું- કમ્યુનલ એક્ટ હેઠળ કરાશે કાર્યવાહી
બેઠક પૂર્ણ થયા પછી DGP આશિષ ભાટીયાએ માહિતી આપતા કહ્યું કે ફરીથી કોઇ આવી ઘટના ન બને તેનું ધ્યાન રખાવામાં આવશે. કમ્યુનલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા સૂચના અપાઇ છે. ઘટના અંગે ગુના દાખલ કરી તપાસ અને આરોપીઓને પકડવા માટે અલગ- અલગ ટીમની રચના કરવામાં આવી છે. પોલીસનું સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બહારથી અસામાજિક તત્વોને આવતા રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. કોઇ તોફાન કરી ફરાર ન થાય તેની તકેદારી રખાવામાં આવશે. તે સાથે RAFની 2, SRP ની 4 ટીમો પણ તૈનાત કરાઈ છે