Bhungla seller of Ahmedabad published an Addressed on the packet, the photo gone viral
ગજબ હો /
ઉપર ભાલા, ચાર આસોપાલવના ઝાડ...: ઐસે કોન એડ્રેસ દેતા હૈ ભાઈ! વેપારીનું માર્કેટિંગ જોઈ તમે પણ હસી પડશો
Team VTV04:42 PM, 13 Jan 23
| Updated: 10:24 PM, 13 Jan 23
અમારે ત્યાં એક નાળિયેરીનું ઝાડ છે. બે માળનું મકાન છે અને અમારી બીજી કોઈ શાખા નથી સાવધાન…." વેપારીની જાહેરાત સોશ્યલ મીડિયા પર થઈ વાયરલ..
વેપારીએ ધંધાની જાહેરાત માટે અપનાવ્યો અલગ રસ્તો
અમારે ત્યાં એક નાળિયેરીનું ઝાડ છે. બે માળનું મકાન છે
"અમારી બીજી કોઈ શાખા નથી સાવધાન…."
આજકાલ બહાર ખાવાનું ચલણ ઘણું વધી ગયું છે અને એ સામે જ રેસ્ટોરન્ટ અને લારી ચલાવનાર લોકોનું પણ પ્રમાણ ઘણું વધી ગયું છે. બહાર ખાવા-પીવાના મામલે આપણે ગુજરાતીઓ અવલ્લ નંબર પર આવીએ છીએ અને ખાસ કરીને કોઈ તહેવાર, છુટ્ટીના દિવસે અને રવિવારે ગુજરાતીઓ બહાર ખાવા માટે નીકળી પડે છે અથવા બહારનું ખાવાનું પાર્સલ કરાવીને ઘરમાં લાવતા હોય છે.
જો કે આ સાથે જ ધંધો કરવામાં પણ આપણે ગુજરાતી અવલ્લ નંબર પર આવીએ છીએ. ધંધો કરવા માટે ધંધાર્થીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અલગ અલગ રીતે જાહેરાત કરે છે એ તો આપણે બધા એ જોયું જ છે પણ આ સિવાય ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે કોઈ પ્રખ્યાત નામવાળી કોઈ પણ પ્રોડક્ટના નામને ઉઠાવીને લોકો એ નામે જ એ જ વસ્તુ પણ અલગ ક્વોલિટી સાથે લોકોને વહેંચી દે છે.
વેપારીએ અપનાવ્યો આવો અલગ રસ્તો
આવા લોકોથી બચવા માટે ગુજરાતના આ વેપારીએ એક અલગ રસ્તો અપનાવ્યો હતો અને હાલ એ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. દરેક વ્યક્તિનાં પોતાનાં ધધાંની ઓળખ હોય છે અને એમને એ જ ઓળખ તેમના વ્યવસાયને સૌથી અલગ બનાવે છે. એવામાં આજે અમે તમને સોશિયલ મીડિયમાં એક વાયરલ થયેલ એવી જ એક જાહેરાત વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
"અમારી બીજી કોઈ શાખા નથી સાવધાન…."
‘‘જૂનાને જાણીતા 15 વર્ષથી ભુંગળા લેવા આવવા માટેનું એક માત્ર સ્થળ દિનેશભાઈ ભુંગળાવાળા (શામપરા) તેના ઘરે આવવા માટે કણકોટ રોડ ઉપર ઘર છે. દુકાન નથી માટે સાવધાન રહેવું. ઘરેથી જ ભૂંગળા લેવાનો આગ્રહ રાખો. ઘરે કાળો ડેલો છે. ઉપર ભાલા છે. ચાર આસોપાલવના ઝાડ છે. એક નાળિયેરીનું ઝાડ છે. બે માળનું મકાન છે. ગામમાં બેથી ત્રણ જગ્યાએ ભુંગળા મળે છે. માટે ઉપર આપેલું એડ્રેસ જોઈને જ ભુંગળા લેવાનો આગ્રહ રાખો. અમારી બીજી કોઈ શાખા નથી સાવધાન….’’
વેપારી દિનેશભાઈ ભુંગળાવાળાએ આવી અવનવી અને આકર્ષક જાહેરાત આપીને સૌ કોઈનું ધ્યાન એમના ભૂંગળાની થેલી તરફ ખેંચ્યું હતું. કોઈ એમના નામે ભૂંગળા ન વહેંચી શકે એ માટે એમને આ અલગ રીત અપનાવી હતી. આપણએ ઘણા લોકોને લખતા જોયા હશે કે અમારી બીજી કોઈ શાખા નથી. બસ આ જ વાક્યને અલગ રીતે શબ્દોની રમતમાં ગૂંચવીને એમને આવી જાહેરાત કરી લે હાલ એ સોશ્યલ મીડિયા પર ઘણું વાયરલ થઈ રહ્યું છે.