ભૂજ ST ડેપોને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી

By : vishal 04:43 PM, 09 May 2018 | Updated : 04:43 PM, 09 May 2018
ભૂજ ST ડેપોને બોંબથી ઊડાવી દેવાની ધમકીભર્યો પત્ર મળતા તંત્ર દોડતું થયું હતું. ભૂજ ડેપોમાં આઠ બોંબ ફીટ કર્યા હોવાની ધમકી ST ડેપો મેનેજરને મળતા ભારે ચકચાર મચી હતી. 

ST ડેપોમાં બોમની આ ધમકીના પગલે એસઓજી સહિતનો પોલીસ કાફળો અને બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોચ્યા હત, અને ચેશકગ હાથ ધરાયું હતું.  આ ધમકી આજે સવારે ટપાલ મારફતે ડેપો મેનેજરને મળી હતી. પત્રમાં હિન્દી ભાષામાં લખ્યું છે કે, બસ સ્ટેન્ડમાં ISIS દ્વારા આઠ બોંબ ફીટ કરવામાં આવ્યા છે અને આજે બસસ્ટેન્ડને ઉડીવી દેવાશે. 

ઉલ્લેખનીય છે કે, આ ધમકી ભર્યો પત્ર મોકલનાર ભચાઉ હેલ્થ ઓફિસર સિંઘલનું નામ લખેલું છે. આગળની કાર્યવાહી પોલીસ દ્વારા જારી છે. હજુ સુધી આગળના પાસા ખુલ્યા નથી. શું સાચે જ બસસ્ટેન્ડમાં બોમ્બ લગાવવામાં આવ્યા હતા કે, ખાલી ધમકી જ હતી? ધમકી હતી તો કોની ધમકી હતી? શું સાચે આવી ઘટના ઘટી શકે છે? આવા હજારો પ્રશ્નો તંત્ર અને સ્થાનિકોના મનમાં રમી રહ્યા છે.  Recent Story

Popular Story