નોટીસ / ભુજ નગરપાલિકાનો નવતર પ્રયોગ, વાજતે ગાજતે ઢોલ વગાડીને લેણદારોને આપ્યા ગુલાબ અને નોટીસ

bhuj municipality give rose and notice about taxpayer citizen

ભુજ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ભુજની ઘણી હોટલો, દવાખાના, દુકાન, શૉ-રૂમ ધારકોના સમયસર વેરા મળતા નથી. લાંબા સમયથી એક લાખ ઉપરના બાકી લેણા ધારકોને ત્યાં સુધરાઇની ટીમે ઢોલ વગાડી નોટિસ આપી હતી. અને ગુલાબનું ફૂલ આપ્યું હતું. જો બે દિવસમાં વેરા ભરવામાં આવશે નહીં તો ગટર, પાણીના કનેક્શનો કાપવાની ચીમકી પણ આપી છે. ગત વર્ષે સુધરાઇને અંદાજે 10 કરોડની આવક ટેક્સ પેટે થઇ હતી. જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 8 કરોડની આવક થવા પામી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ