ભુજઃ કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા બાયોડાયવર્સિટી પાર્કની દૂર્દશા....

By : kaushal 03:00 PM, 11 July 2018 | Updated : 03:00 PM, 11 July 2018
ભુજ શહેર નજીક વન વિભાગ દ્વારા કરોડોના ખર્ચે બનાવાયેલા બાયોડાયવર્સિટી પાર્કની દૂર્દશા જોઈ વનપ્રેમીઓ નારાજ થયા છે. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ જ્યાં વૃક્ષારોપણ કર્યું, એ વિસ્તારમાં આવેલા બાયોડાયવર્સિટી પાર્કની હાલત ઉકરડા સમાન થઈ ગઈ છે. 

વર્ષ ૨૦૦૭માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે વનીકરણને પ્રોત્સાહન આપવા પુનિત વનનો પ્રોજેકટ જાહેર કરી અહીં વૃક્ષારોપણ કર્યું હતું. જ્યાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ વૃક્ષારોપણ કર્યું ત્યાં વન તંત્રએ વૃક્ષોની માવજત કરી પરંતું તેમની માવજત મુખ્યમંત્રીના નામની તખ્તીની આસપાસ સિમિત રહી. 

સ્થાનિક લોકોના સહકારના કારણે પુનિત વન હરિયાળુ અને રમણીય જરૂર બન્યું છે પરંતું અહીંથી માત્ર દસ મીટર દૂર આ જ પ્રોજેકટના ભાગ એવા બાયોડાયવર્સિટી પાર્કની હાલત ઉકરડા જેવી સમાન બની છે. 53 હેકટરમાં ફેલાયેલા આ પાર્ક પાછળ લાખોનો ધૂમાડો કરાયો છે 

તેમ છતા આ પાર્ક ભુજ વાસીઓના કામનું રહ્યું નથી. ભુજવાસીઓને એક નજરાણા સમાન રાજય સરકારની આ ભેટ છે તેવો પ્રચાર ૨૦૦૭માં કરાયો હતો પરંતું ત્યાર બાદ ન તો વન તંત્રએ આ પાર્ક તરફ મોઢું ફેરવ્યું છે અને ન સ્થાનિક કક્ષાએ ચુંટાયેલા પ્રતિનિધિઓએ તેની ચિંતા સેવી છે. 

મનને શાંતિ અને એકાગ્રતા આપવા આ સ્થળને રમણીય બનાવવાનો હેતુ હતો પરંતું વન તંત્ર અને લોક પ્રતિનિધિઓની બેદરકારીએ આ રમણીય સ્થળની સ્થિતિ ઉકરડા સમાન બનાવી નાખી છે.Recent Story

Popular Story