BHUમાં સંસ્કૃત વિભાગના HOD તરીકે મુસ્લિમ પ્રોફેસર ફિરોઝ ખાનની વરણી થતા વિરોધ ફાટી નીકળ્યો હતો. જો કે સમાજના સુશિક્ષિત વર્ગે આ મુદ્દે ફિરોઝ ખાનનો બચાવ કરતા દલીલ કરી હતી કે વિદ્યાને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. હવે ફિરોઝ ખાનના પિતા રમઝાન ખાનને પદ્મ શ્રી એવોર્ડ આપવાની જાહેરાત મોદી સરકાર દ્વારા કરવામાં આવી છે.
ફિરોઝ ખાનના પિતા મુન્ના માસ્ટર ઉર્ફે રમઝાન ખાનને પદ્મ શ્રી વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા
રમઝાને કહ્યું કે આ ફક્ત ગૌ માતાની સેવા અને કૃપાથી શક્ય બન્યું છે.
વર્ષ 2020 માટે પદ્મ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો જ્યોર્જ ફર્નાન્ડિઝ, અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજને મરણોત્તર પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા છે. એમસી મેરી કોમ, શાસ્ત્રીય ગાયક છન્નુલાલ મિશ્રા સહિત 7 લોકોને આ એવોર્ડ આપવામાં આવશે.
16 હસ્તીઓને પદ્મ ભૂષણ અને 118 લોકોને પદ્મશ્રી આપવાની ઘોષણા કરવામાં આવી છે. જોકે, આ વર્ષે ભારત રત્નની જાહેરાત કરવામાં આવી નથી.
BHUના સંસ્કૃતના પ્રોફેસર ફિરોઝ ખાન (Source : ANI)
બનારસ હિન્દુ યુનિવર્સિટી એટલે કે BHUના સહાયક પ્રોફેસર ફિરોઝ ખાનની સંસ્કૃત વિભાગમાં નિમણૂક કરવાને લઈને વિવાદ થયો હતો. ફિરોઝ ખાનના પિતા મુન્ના માસ્ટર ઉર્ફે રમઝાન ખાનને પદ્મ શ્રી વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
રમઝાન ખાને કહ્યું કે આ અલ્લાહનો પ્રેમ અને અહેસાન છે. ફિરોઝે જણાવ્યું કે તેમના પરિવારને દાદા ગફૂર ખાન પાસેથી સંગીત અને સંસ્કૃતનો સંસ્કાર મળ્યો છે. તેમણે પિતાને અને પછી પિતાએ અમને બાળકોને આ પ્રેરણા આપી.
ફિરોઝે જણાવ્યું હતું કે પિતાને આ સન્માન મેળવવામાં તેમને ખૂબ ગર્વની લાગણી થઇ રહી છે. રમઝાને કહ્યું કે આ ફક્ત ગૌ માતાની સેવા અને કૃપાથી શક્ય બન્યું છે. તે આ સન્માનનો શ્રેય તેના પિતા ગફુર ખાનને આપે છે, જેમણે તેમને આ માર્ગ ચીંધ્યો હતો.