કોરોના વાયરસ / વૃદ્ધના અંતિમ સંસ્કાર બાદ ખબર પડી કે કોરોના પોઝિટિવ હતા અને પછી જૂઓ થઈ કેવી હાલત

bhopal many people attended funeral of elderly now there was a stir when corona positive report

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ગત દિવસોમાં વૃદ્ધ જગન્નાથ મૈથિલનું મોત થયું હતું. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. ત્રણ દિવસ બાદ જ્યારે મૃતક વુદ્ધની તપાસ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો તો અંતિમ સંસ્કારમાં સામેલ લોકોમાં ડરનો માહોલ ફેલાયો. સાથે જ વૃદ્ધનો ઇલાજ કરનારી હમીદિયા હોસ્પિટલના ડૉક્ટર અને સ્ટાફ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે, કારણ કે 3 દિવસ પહેલા જ્યારે વૃદ્ધનું મોત થયું હતું, ત્યારે તે સમયે ન પરિવારને કે ન હમીદિયા હોસ્પિટલના ડૉક્ટરોને એ ખબર હતી કે વૃદ્ધને કોરોના વાયરસ સંક્રમણ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ