મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના વધતા પ્રકોપની અસર હવે દેખાવવા લાગી છે. શિવરાજ સરકારે કિલ કોરોના અભિયાનના આધારે 24 કલાકનું ટોટલ લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. આ લૉકડાઉન આખા પ્રદેશમાં રવિવારે લાગૂ કરાશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહે બુધવારે કોરોનાની સમીક્ષા બેઠકમાં આ આદેશ આપ્યો હતો. તેઓએ સમીક્ષામાં સીમાવર્તી જિલ્લામાં એડવાઈઝરીની સાથે ચોકસાઈ વધારવાના પણ આદેશ આપ્યા છે.
મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારની નવી પહેલ
રવિવારે 24 કલાકનું ટોટલ લૉકડાઉન
કિલ કોરોના અભિયાન અંતર્ગત લાગૂ થશે લૉકડાઉન
સમીક્ષા બેઠકમાં એ વાત સામે આવી છે કે સીમાવર્તી વિસ્તારોમાં કોરોના સંક્રમણનો ખતરો વધ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું છે કે કિલ કોરોના અભિયાનમાં સતત સેમ્પલ લેવાઈ રહ્યા છે. 42 ટકા લોકોનો સર્વે થયો છે. તેમાં ડેન્ગ્યૂ અને મલેરિયા પણ જોવા મળ્યા છે.
બોર્ડર પર વધી રહ્યો છે ખતરો
નરોત્તમ મિશ્રાએ કહ્યું કે બોર્ડર પર લોકો પ્રદેશમાં દાખલ થઈ રહ્યા છે તેનાથી પરિસ્થિતિ બદલાઈ રહી છે. તેઓએ કહ્યું કે મુરૈનામાં રાજસ્થાનના ઘોલપુરથી અને મહારાષ્ટ્રના જલગાંવના બડવાનીથી લોકો આવી રહ્યા છે. બહારથી આવનારા લોકોથી અમે મુશ્કેલી અનુભવી રહ્યા છીએ.મુખ્યમંત્રીએ એડવાઈઝરી બનાવવા કહ્યું છે. બોર્ડર પર તપાસના આદેશ અપાયા છે. તેઓએ કહ્યું કે આ રવિવારે આખા મધ્યપ્રદેશમાં લૉકડાઉન રહેશે.
આ નિયમનું કરવું પડશે પાલન
સીએમ શિવરાજ સિંહે આદેશ આપ્યા છે કે પ્રદેશમાં માસ્કનો ઉપયોગ અનિવાર્ય રહેશે. સાથે જ શોપિંગ મોલ, કાર્યાલયોમાં પણ સેનેટાઈઝર રાખવાનું જરૂરી છે. આવું નહીં કરાય તો દંડ થશે.