બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ભૂલ ભુલૈયા 3નું ટાઈટલ ટ્રેક ટીઝર રીલીઝ, પીટબુલ-દિલજીતના અવાજે ચાહકોને કર્યા ઘેલા
Last Updated: 02:14 PM, 15 October 2024
આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ભુલભુલૈયા-3નું ટીઝર સોન્ગ રીલિઝ થઈ ચુક્યું છે. આઈકોનિંક સોન્ગના ટીઝર લોન્ચમાં કાર્તિક આર્યનનો સ્વેગ જોવા જેવો છે. કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3' દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
ADVERTISEMENT
જેની ટક્કર રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિંઘમ અગેન' સાથે થશે. આ ફિલ્મ પણ 1લી નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. એટલે કે 1લી નવેમ્બરે બોક્સ ઓફિસ પર કાર્તિક આર્યન અને અજય દેવગન વચ્ચે જોરદાર ટક્કર થવાની છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ઓફિસમાં કામ કરતાં કરતાં આવે છે મીઠી ઉંઘ? આ ટ્રિક અજમાવો સુસ્તી થશે દૂર
ફિલ્મ ભુલભુલૈયા-3માં માધુરી દિક્ષિત અને વિદ્યા બાલન પણ એક ખાસ સોન્ગમાં સાથે જોવા મળશે. જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટાઈટલ ટ્રેકમાં પિટબુલ અને દિલજીત એક સાથે કામ કર્યું છે. દર્શકોને આશા છે કે આ સોન્ગ બધા જ રેકોર્ડ તોડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.