બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / કાર્તિકની ભૂલ ભૂલૈયા 3 થઈ ગઈ હિટ, સિંઘમ અગેઇનની બમ્પર કમાણી છતાં નિર્માતાઓને નુકસાન
Last Updated: 08:10 AM, 9 November 2024
બોલિવૂડની બે ફિલ્મો 'સિંઘમ અગેઇન' અને 'ભૂલ ભુલૈયા 3' વચ્ચે હજુ પણ ટક્કર જોવા મળી થી છે. એવામાં આઠમા દિવસે કાર્તિક આર્યનની હોરર કોમેડીએ અજય દેવગનની એક્શન ફિલ્મને માત આપી દીધી છે. જો કે અત્યાર સુધીની કમાણી વિશે વાત કરીએ તો 'સિંઘમ અગેઇન' હજુ પણ બોક્સ ઓફિસ પર મજબૂત પકડ ધરાવે છે.
ADVERTISEMENT
અનીસ બઝમીની હોરર કોમેડી ભૂલ ભૂલૈયા 3 એ પહેલા દિવસે 35.5 કરોડની કમાણી કરીને હતી અને આ ફિલ્મે અત્યાર સુધીમાં 167.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે આઠમા દિવસે 9 કરોડની કમાણી કરી હતી.
ADVERTISEMENT
હવે જો રોહિત શેટ્ટીની એક્શન મૂવી સિંઘમ અગેઇન વિશે વાત કરીએ તો, ફિલ્મે પ્રથમ દિવસે કુલ 43.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને ફિલ્મે આઠમા દિવસે 7.50 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે અત્યાર સુધીમાં 180.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
રિપોર્ટ્સ અનુસાર સિંઘમ અગેઇન ફિલ્મ 350 કરોડ રૂપિયાના બજેટમાં બની છે અને અત્યારે સુધી આ ફિલ્મે વર્લ્ડવાઈડ આશરે 260.50 કરોડની કમાણી કરી છે. એટલે બોક્સ ઓફિસ પર ફિલ્મ પૈસા કમાઈ રહી છે પણ હજુ સુધી નફો કમાઈ શકી નથી.
તેની સામે કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 3એ અત્યાર સુધીમાં આશરે 170 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મનું બજેટ 150 કરોડ રૂપિયા હોવાને કારણે આ ફિલ્મ પણ હિટ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.